28 ઓગસ્ટના ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ મુકાબલા પર ક્રિકેટ રસિકોની મીટ : વિરાટ, રોહિત તો સામે ઉસ્માન કાદિર અને નસીમ શાહ ફેવરિટ:જસમીત બુમરાહ અને શાહીન આફ્રિદી ઈજાગ્રસ્ત હોવાના કારણે બંને ટીમોનું બોલિંગ આક્રમક નબળું
એશિયા કપ 2022 તારીખ 28 ઓગસ્ટથી જ શરૂ થઈ રહ્યો છે જેમાં પહેલો મુકાબલો ભારત પાકિસ્તાન વચ્ચે હોવાથી અત્યંત હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળશે જેને લઇ ક્રિકેટ રસીકોમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે એશિયા કપ માટે જે કોઈ ટીમે સુરક્ષિત રહેવું હોય તો તેઓ આક્રમક રમત જ દાખવવી પડશે અને તે જ મુખ્ય હથિયાર પણ સાબિત થશે. કોચ રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ આવતા કોચ તરીકેની જવાબદારી બોર્ડે લક્ષ્મણને સોંપી છે.
એશિયા કપ પૂર્વે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય મતભેદોના કારણે કોઈપણ દ્વિપક્ષીય સિરીઝ નું આયોજન થઈ શક્યું નથી ત્યારે બંને ટીમો માટે આ મુકાબલો અત્યંત રોમાંચક અને રસપ્રદ બની રહેશે. ભારત તરફથી જસપ્રિત બુમરા તો પાકિસ્તાન તરફથી શાહીન અફ્રિદી એજાગ્રસ્ત હોવાના કારણે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં પરંતુ ભારતની યુવા બ્રિગેડની સાથે વરિષ્ઠ ખેલાડીઓનો સાથ સહકાર વિપક્ષિ ટીમ માટે આવી સાબિત થઈ શકશે.
હાલ વિરાટ કોહલી નું જે ફોર્મ જોવા મળવું જોઈએ તે હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ જ્યારે પાકિસ્તાન સામેના મેચની વાત આવે ત્યારે વિરાટ પોતાનું આગવું પ્રદર્શન કરતો નજરે પડે છે અને ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી એક માત્ર એક ખેલાડી છે કે જેને પાકિસ્તાન સામે ટી20 માં સર્વાધિક રન ઉમેર્યા છે.
બીજી તરફ રોહિત શર્મા ને પણ વિપક્ષે ટીમ પાકિસ્તાન સહેજ પણ હળવાશથી લેશે નહીં કારણકે તે આવતાની સાથે જ જે આક્રમક વલણ દાખવે છે તેના કારણે વિપક્ષે તેમને ઘુટણિયાભેર પાડવામાં સહેજ પણ વાર લાગતી નથી. અમે ભારતીય ટીમ પણ પાકિસ્તાનના બોલરોને હળવાશતી નહીં રહે જેમાં ઉસ્માન કાદિર અને નસીમ શાહ ભારત માટે દુખાવા સમાન સાબિત થઈ શકે છે. પરંતુ ટીમના ખેલાડીઓ અંગે જો વાત કરવામાં આવે તો ભારતની બેંચ સ્ટ્રેન્થ અને ભારતના ખેલાડીઓ ની તાકાત પાકિસ્તાનના ખેલાડીઓ કરતાં ઘણી વધુ છે. ભારત એશિયા કપનો પાકિસ્તાન સામેનો મેચ ખૂબ સારી રીતે જીતી ભારતીય લોકોને નવી ભેટ પણ આપે તો નવાઈ નહીં.
ટી 20 મુકાબલામાં ભારત પાકિસ્તાન વચ્ચે 9 મેચ રમાયા છે જેમાંથી ભારત છ મેચમાં જે દાખલ કરી છે તો પાકિસ્તાને બે મેચમાં જીત મેળવી છે જ્યારે એક મેચ ટાઈમ પણ થયો છે. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો પાકિસ્તાન સામે સાત ટી 20 માં વિરાટ કોહલીએ 311 રન નોંધાવ્યા હતા
જેમાંથી તેના સર્વાધિક 78 રનની ઇનિંગે પાકિસ્તાનને બેકફૂટ ઉપર ધકેલી દીધું હતું. ફરી વિરાટ કોહલી પોતાની રમત નો અંદાજ લાવી વિભક્તિ ટીમને બેક ફુટ ઉપર ધકેલવા માટે સર્જ થયો છે અને ક્રિકેટ રસીકોને વિરાટનું કદાચ એક નવું જ રૂપ જોવા મળશે.