ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. રણજીતસિંહ ઠાકુરના નિવાસ સ્થાને વિઘ્નહર્તાની ભાવભેર આરાધના કરવામાં આવી રહી છે. લાલબાગના રાજાની પધરામણી થઇ છે. છેલ્લા રર વર્ષથી મુંબઇથી ખાસ ઇકોફ્રેન્કલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષ લાલ બાગના રાજાની પધરામણી કરાય છે. મુંબઇથી ખાસ તેઓના કાકા મધુકર એસ. ઠાકુર તેમજ ગુલાબસિંહ ઠાકુર ગણેશ મૂર્તિ તેમજ ડેકોરેશન ટ્રેન મારફતે લાવી તૈયાર કરે છે. રણજીતસિંહ ઠાકુર, રાહુલ ઠાકુર, દિવ્યરાજ ઠાકુર, જયદિપસિંહ ઠાકુર, ઉમેદસિંહ ઠાકુર, વૈશાલીબેન, જયશ્રીબેન, પ્રતિબા જાડેજા, કિરણભાઇ, રાજુલબેન દવે, ચાંદનીબા, નિધિબા, જીતેન્દ્રસિંહ જાડેજા, અનિરુઘ્ધસિંહ જાડેજા, જગદીશભાઇ દવે, પ્રકાશભાઇ દવે, જીલબેન, નીકાંતા, ભાર્ગવી દવે દિકરી લાડકી મીરા વગેરે ગણપતિની આરાધના કરી રહ્યા છે.
