અબતક રાજકોટ:-
પ્રતિપાલસિંહ ઝાલા
સૌરાષ્ટ્રએ સંતો મહંતો તેમજ માનવ સેવા ની ભૂમિ છે આ વાક્ય ને હકીકત બનાવી દેનારી ઘટના હાલ તાજેતર માં પડધરી પોલીસ સ્ટેશન ખાતે ફરજ નિભાવતા ASI જગતસીંહ જાડેજા એ સાબિત કરી બતાવી છે

રાજકોટ જીલ્લાના હાઇવે પડધરીના પાટીયા પાસે એક કચરા ના ઢગલા નજીક એક માનસિક અસ્થિર યુવક બેસે છે, એ જગ્યા જ એનું ઘર છે અને તેની આગળ પાછળ કોઈ નથી.

જગતસીંહ જાડેજા પડધરી પોલીસ સ્ટેશન માં પોતાની ફરજ દરમ્યાન આ વ્યક્તી માટે દરરોજ સવાર સાંજ ૨ ટાઈમ પોતાના ઘરે જઈ ટીફીન લાવી, અને આ માનસિક અસ્થિર વ્યક્તી ને પોતાની હાથે પીરસી અને ને જમાડે છે. પરંતુ છેલ્લા ઘણા સમય થી કરે છે.

જગતસીંહ આ સેવાનું કાર્ય ફક્ત લોકડાઉન દરમ્યાન જ નહીં પણ છેલ્લા ઘણા સમય થી કરે છે અને મજાની વાત તો એ છે કે એ માનસિક અસ્થિર વ્યક્તી ને જગતસીંહ સાથે એવી લાગણી બંધાઈ ગઈ છે જેથી એ જગતસીંહ સીવાય અન્ય કોઈ પર ભરોસો નથી કરતો. અન્ય ઘણા લોકોએ એમને જમવાનું આપવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ જગતસીંહ જે ટીફીન લાવે એ જ જમે છે.

તો આવો મિત્રો આપણે પણ સમાજ માટે આવા માનવ સેવા કાર્ય માંથી શીખ લઈને આ વૈશ્વિક મહામારી ના સમયમાં જરૂરિયાતમંદો
ની આપણી યથાશક્તિ મુજબ સેવા કરીને આ સેવાયજ્ઞ ને આગળ વધારીએ. જય હિન્દ… જય ભારત…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.