ટીમ ઇંડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને શ્રીલંકા સામે 8 વિકેટ ખેરવીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂર્ણ કરી છે. આ સિદ્ધિ તેની માટે ખૂબ જ ખાસ છે. 100 માં દાવમાં 300 વિકેટ લઈ સૌથી તેજ વિકેટ જડપવાની ત્રીજી સદી બનાવનાર બોલર બની ગયો છે. 56 મેચોમાં આ રેકોર્ડ સ્થાપનાર ડેનિસ લીલીને પછાડી અશ્વિને નવો રેકોર્ડ બનાવ્યો છે.
આશ્ચર્યજનક વાત તો એ છે કે, ડેનિસ લીલીએ પણ 27 નવેમ્બરે આ રેકોર્ડ સ્થાપ્યો હતો ત્યારે અશ્વિને પણ આ વિક્રમ 27મી નવેમ્બરે જ બનાવ્યો છે. આ સિદ્ધિ મેળવી અશ્વિને ઔસ્ટ્રેલિયાના ડેનિસ લીલીની સાથે શ્રીલંકાના મુરલીધરન, ઔસ્ટ્રેલિયાના મેકગ્રા, શેન વોર્ન સહિતના મહાન બોલરોને પછાડ્યા છે. અશ્વિને 27મી સિદ્ધિ કેરમ બોર્ડ પિચ ઉપર મેળવી છે. આ પિચ ઉપર બોલ સ્પિન કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે.