ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ તેને એક સપ્તાહ જેટલો સમય થી ગયો છે.  પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં અશ્વિન કોટવાલ, રમણલાલ વોરા અને ગજેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી છે

ગુજરાતી વિધાનસભાની જાહેર થયેલી ચૂંટણીમાં ભાજપએ આજે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી છે…. જેમાં સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાંથી ત્રણ વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જેમાં તલોદ પ્રાંતિજ વિધાનસભા બેઠક પર મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને ફરી રીપીટ કરાયા છે…

નોંધનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ગજેન્દ્રસિંહ પરમાર જીત્યા બાદ તેમને રાજ્યકક્ષાના મંત્રી પણ બનાવાયેલા તો બીજી તરફ ઈડર વિધાનસભામાં આ વખતે હિતુ કનોડિયાને બદલે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરાને પસંદ કરવામાં આવ્યા છે

ખેડબ્રહ્મા વિજયનગર વિધાનસભામાં કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરનારા અશ્વિન કોટવાલને ટિકિટ આપવામાં આવી છે.છેલ્લા ત્રણ ટર્મથી અશ્વિન કોટવાલ ત્યાં કોંગ્રેસને જીત અપાવતા આવેલા ત્યારે આ વખતે ભાજપ તરફથી જીત મળશે કે નહિ તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.