ફાસ્ટ બોલર પેટ કમિન્સને પછાડવા અશ્વિનને ફક્ત ચાર વિકેટની જરૂરિયાત
ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સમયગાળામાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરથી ફક્ત ચાર વિકેટ દૂર છે. ભારતે ૧૮ થી ૨૨ જૂન દરમિયાન ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં ન્યુઝીલેન્ડ સાથે ડબ્લ્યુટીસીની ફાઇનલ રમવાની છે અને અશ્વિન ત્યાં આ સિદ્ધિ મેળવી શકે છે.
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ અશ્વિન કરતા આગળ છે, જેના ખાતામાં ૭૦ વિકેટ છે. કમિન્સે ૧૪ ટેસ્ટમાં આ વિકેટ ઝડપી છે જ્યારે અશ્વિને ૧૩ ટેસ્ટમાં ૬૭ વિકેટ ઝડપી છે. જો અશ્વિન પ્લેઇંગ ઇલેવનમાં રમે છે, તો તેની નજર ફરી એકવાર તેના પર રહેશે. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટિમ સાઉથી ૧૦ મેચોમાં ૫૧ વિકેટ સાથે ત્રીજા નંબરે છે અને તેને ટોચ પર પહોંચવા માટે ૨૦ વિકેટ લેવાની જરૂર છે, જે થોડી અશક્ય છે.
અશ્વિન અત્યાર સુધી ડબલ્યુટીસી મેચોમાં ચાર કે તેથી વધુ વિકેટ ઝડપી ચુક્યો છે. તેના પછી ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોન છે, જેના ખાતામાં ૫૬ વિકેટ છે. અશ્વિને ભારતમાં નવ, ઓસ્ટ્રેલિયામાં ત્રણ અને ન્યુઝીલેન્ડમાં એક મેચ ડબલ્યુટીસી મેચોમાં રમી છે. તેણે ભારતમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ સિવાય તેણે વિદેશીમાં ૧૫ વિકેટ અને ઘરેલુ ૫૨ વિકેટ ઝડપી છે.
અશ્વિને વિદેશમાં જે ૫૨ વિકેટ ઝડપી છે તેમાંથી તેણે આ વર્ષે ડબ્લ્યુટીસી દરમિયાન ચાર ટેસ્ટ શ્રેણીમાં ૩૨ વિકેટ ઝડપી છે. તે ઇંગ્લેન્ડ સામેની મેન ઓફ ધ સિરીઝ પણ હતો.અશ્વિને ઇંગ્લેન્ડમાં માત્ર છ ટેસ્ટ મેચોમાં ૧૪ વિકેટ ઝડપી છે.