જેમાં ઝાકમઝળ રોશનીથી ભરપૂર આકર્ષક વિશાળ પ્રવેશ દ્વાર અને ભવ્યાતિભવ્ય ડેકોરેશન, વિશાળ પાર્કિંગની સુવિધા સાથે સિકયુરીટીની કડક વ્યવસ્થા, સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળાનું મોનીટરીંગ, મિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓ સાથે માણવા જેવો પારંપારીક મેળો એટલે રોયલ લોકોનો જન્માષ્ટમી રોયલ મેલો ૨૦૧૯ના ૨૨ ઓગષ્ટથી ૧૫ સપ્ટેમ્બર પારીજાત પાર્ટીપ્લોટ, સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે, શીતલ પાર્ક બસ સ્ટોપ સામ, ૧૫૦ ફૂટ રીંગરોડ, રાજકોટ ખાતે યોજાશે.
નાના મોટા સહુનાં શ્ર્વાસ અધ્ધર કરી દેતી અવનવી રાઈડ્ઝ જેવી કે ટોરાટોરા, જાયન્ટ વ્હીલ, બ્રેકડાન્સ, સલામ્બો, રેન્જર રાઈડ્ઝ, ઝુલા, ફજેતફાળકા, નાવડી, જમ્પીંગ જેક, ૩૦ ફૂટ ઉંચુ જમ્પીંગ, ફાઈવ ડી શો, બુલ રાઈડ, હેલીકોપ્ટર, ચાંદ તારાનો આનંદ કંઈક ઔર જ છે, સાથે સાથે અવનવા કરતબ સાથે મોતનો કુવો નિહાળવાનો અદભૂત મોકાનો પરિવાર સાથે આનંદ લો….
આ વર્ષે રોયલ મેળામાં માણો નવીનતમ ગેઈટ, રેસીંગ કાર, ક્રેઝી ડાન્સ, ફીશ બી, બંજી જંપીંગ, ટોરાટોરા અને અધતન અવનવી રાઈડઝ મેળામાં હરતા ફરતા ફની કાર્ટુન કેરેકટર્સ આપનું મન મોહી લેશે, અને બાળકો માટે ખાસમખાસ અવનવી વેરાઈટીના નવીનતમ રમકડાઓનો ખજાનો ધરાવતા ખાસ સ્ટોલ્સ પણ છે. આ ઉપરાંત અધતન લાઈટીંગ સુવિધાથી સજજ સ્ટેજ પ્રોગ્રામ તો ખરો જ માણવા વધારો રોયલ લોકોનો જન્માષ્ટમી રોયલ મેલા ૨૦૧૯ તા.૨૨ ઓગષ્ટથી ૧૫ સપ્ટે. પરીજાત પાર્ટી પ્લોટ, સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે, શીતલ પાર્ક બસ સ્ટોપ સામે, ૧૫૦ ફૂટ રીંગરોડ રાજકોટ. મેળામાં મેળો રોયલ મેળો જેમાં છે બહેનો માટે ખાસ શોપીંગની સુવિધા ધરાવતા સ્ટોલ જેમાં ઈમીટેશન જવેલરી, કટલેરી આઈટમ્સ, લેડીઝ ફૂટવેર, લેડીઝ પર્સ, લેધર આઈટમ્સ, કુકીંગવેર આઈટેમ્સ, ગીફટ આર્ટીકલ્સ, ઉપરાંત વિવિધ પ્રકારનાં હેન્ડીક્રાફટસનો બેનમુન ખજાનો, પછી જોઈએ શું? મેળો તો બસ રોયલ મેળો જ, સાથે સાથે એજયુકેશન આઈટમ્સ, સ્ટેશનરી પ્રોડકટસ, હાઉસ હોલ્ડ આઈટમ્સ, સ્પોર્ટસ એસેસરીઝનાં સ્ટોલ્સ તો ખરાજ. રોયલ જન્માષ્ટમી મેળો જે કાદવ કીચડ વગરના સ્વચ્છ સુંદર તેમજ પારંપારીક મેળામાં ફરતા ફરતા, ટેસ્ટથી ભરપૂર વાનગીઓનો પણ લઈ લ્હાવો રોયલ મેળામાં રોજેરોજ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ફ્રેન્સી ડ્રેસ કોમ્પીટીશન કાનુડા કોમ્પીટીશન, મટકી ફોડ અને ઘણુ બધું.
ઉપરાંત રોજેરોજ ખ્યાતનામ સીંગર આસીફ ઝેરીયા પ્રસ્તુત હાર્મની ઈવેન્ટસનાં ઓરકેસ્ટ્રાના સંગાથે મસ્ત મસ્ત ફિલ્મી ગીતોની સુરધારા. કમલેશ ડોડીયા પ્રસ્તુત ડી.જે. લુનાર સંગે ડી.જે. ડાન્સની મહેફીલો તો ખરી જ તેમજ થ્રીડી મેપીંગ શો, લાઈટ અને સાઉન્ડ શો, લેઝર શોની મજા માણો.
આ વર્ષે શ્રાવણ માસ ગણપતિને અનુસંધાને શંકર ભગવાન, ગણપતિ ભગવાન થીમ બેઈઝડ ડેકોરેશન કરવામાં આવેલ છે. આવો ગમતનો કરીએ ગુલાલ રોયલ લોકોના રોયલ મેલાને સંગે યોજાઈ રહેલા મેળામાં ગુજરાતમાં કવોલીટીમાં નં.૧ તેમજ પારંપારીક મેળામાં મહાલવા સંચાલકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે. સાથે સાથે રોયલ મેળામાં ફ્રી પાર્કિંગ સુવિધાતો ખરી જ.