૧૪ મહાસ્વપ્નની દિવ્ય વણઝારના દર્શન સાથે પરમ સેવાધામ વૈયાવચ્ચ કેન્દ્ર માટે અઢી કરોડનું અનુદાન: સાત વખત દિવ્ય ઘંટના ઘોષ સાથે પ્રભુ જન્મના વધામણા લેવાયા
રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે અત્યંત ભાવ-ભકિત-ઉલ્લાસ અને કીર્તના સાથે ભગવાન મહાવીર જન્મ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવતા સેંકડો હૃદય પ્રભુ ભકિતના રંગે રંગાયા હતા. રાષ્ટ્રસંત પૂજયશ્રી આદિ સંત-સતીજીઓના સાંનિધ્યે પ્રભુ મહાવીરના ૨૬૧૬મા જન્મ મહોત્સવના પાવન અવસરે અંતર ચેતનાને સ્પંદિત કરી દેનારી પ્રેરણાત્મક નાટિકા નત્યારે હું ભગવાન બન્યોથની પ્રસ્તુતિ નિહાળીને ઉપસ્થિત સમુદાય ભાવવિભોર બની અહોભાવિત થયો હતો.
વિશેષમાં, આ અવસરે માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ મહાસ્વપ્નના દિવ્ય દર્શન કરાવવામાં આવતા સર્વત્ર અનેરી દિવ્યતા પથરાઈ હતી. ૧૪ મહાસ્વપ્નના દિવ્ય દર્શન કરાવવાનો અમુલ્ય લાભ શ્ર્વેતાબેન સમીરભાઈ શાહ, માતુશ્રી કંચનબેન શેઠ, રાજેશભાઈ કોઠારી, મુલરાજભાઈ છેડા, સ્વપ્નીલભાઈ મકાતી, મહાવીરભાઈ લુણાવત, નિરજભાઈ શાહ, મીનાબેન મોદી, પા‚લબેન વોરા, યોગેશભાઈ બાવીશી, માતુશ્રી નયનાબેન ‚પાણી, કેતનભાઈ પટેલ, માતુશ્રી દમયંતીબેન શાહ, રાજેશભાઈ અને નિલેશભાઈ મહેતા પરિવારે લઈને ધન્યતા અનુભવી હતી. પ્રભુના પારણિયાનો અનન્ય લાભ ધ્રુવી મનન શાહ પરિવારે લીધો હતો.
નાના સ્વપ્નનો લાભ ધ્વનીલભાઈ મેઘાણી, નીલાબેન ઠોસાણી, દડિયા પરિવાર, મિતેનભાઈ ભાયાણી, રેખાબેન શેઠ, રિયા દડિયા, એકતા મોદી, બટુકભાઈ શાહ, મીનાબેન શાહ, મીનાબેન મહેતા, પ્રજ્ઞાબેન ઘેલાણી, નલીનીબેન જસાણી, મંજુલાબેન દોશી, ભારતીબેન દેસાઈ પરિવારે લીધો હતો.
૧૪ મહાસ્વપ્નના દિવ્ય દર્શન બાદ સાત વખત દિવ્ય ઘંટના ઘોષ દ્વારા પ્રભુ જન્મના વધામણા લેવામાં આવતા દરેકના હૃદય સ્પંદિત થઈ ઉઠયા હતા. ગગનને ગજાવી દેતા વીર પ્રભુના જયકાર, નૃત્ય ગાન, હર્ષના હિલોળા, મોતીઓની વર્ષા સાથે ભકિતભાવ પૂર્વક પ્રભુ જન્મની ક્ષણોને વધાવવામાં આવી હતી. દિવ્ય ઘંટનો ઘોષ કરવાનો અદ્વિતિય લાભ મુલરાજભાઈ છેડા પરિવારે લીધો હતો.
આ અવસરે મિડ બ્રેઈન એકટીવેશન થેરાપીનો કોર્સ કરી રહેલા લુક એન લર્નના બાળકોએ આંખ પર પટ્ટી બાંધીને વિવિધ વસ્તુઓની ઓળખ કરાવીને પ્રભુ મહાવીરે પ્રાપ્ત કરેલી સંભિન્ન સ્ત્રોત લબ્ધિને પ્રમાણિત કરી બતાવતા ભાવિકોએ અદભુતતાની સાથે અચરજનો અનુભવ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જાહેર કરવામાં આવેલા અઢી કરોડ રૂ.ને ઘાટકોપર સ્થિત સંત-સતીજીની વૈયાવચ્ચના કેન્દ્ર નપરમ સેવા ધામથના નિર્માણ માટે ઉપયોગ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી.