મુકનાયક સમતા સંગઠન અને અલમીન માનવસેવા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે કોમ્પ્યુટર શિક્ષણ આપવાની મુહિમ શરૂ કરાઈ
રાજકોટ શહેરમાં મુકનાયક સમતા સંગઠન (અમદાવાદ) અને અલમીન માનવસેવા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરના વોર્ડ નં.૧૫માં વિનામુલ્યે કોમ્પ્યુટર શિક્ષણ વર્ગોનો શુભારંભ તા.૧/૧/૨૦૨૦ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર ના અધ્યક્ષતામાં કરવામાં આવ્યો છે તેમજ મુકનાયક સમતા સંગઠનના પ્રમુખ એમ.પી.લેઉઆ અને મંત્રી અમૃત પંડ્યાના વરદ હસ્તે વિનામુલ્યે કોમ્પ્યુટર શિક્ષણ વર્ગોનો શુભારંભ કરવામાં આવેલ છે.
રાજકોટ શહેરમાં અલમીન માનવસેવા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ-રાજકોટ દ્વારા સંસ્થાના સ્થાપક અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ અલમીન માનવસેવા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં દરેક સામાજિક અને ધાર્મિક વાર તહેવારે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં સમૂહલગ્નોત્સવ, દિવ્યાંગ પતંગ મહોત્સવ, ચીકી વિતરણ, ધાબળા વિતરણ, અનાજ વિતરણ, મીઠાઈ અને ફરસાણ વિતરણ, નોટબુક વિતરણ, સીવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસનમુક્તિ અભિયાન જેવી અનેક વિઘ સેવાકીય કામગીરીઓ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અને સંસ્થાના સ્થાપક વશરામભાઈ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે તેમજ સંસ્થાના પ્રમુખ બીપીનભાઈ સાગઠીયા તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સમૂહ લગ્ન સમિતિના સભ્યો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.તેમજ તા.૦૧/૦૧/૨૦૨૦ના રોજ રાજકોટ શહેરના વોર્ડ નં.૧૫માં રાજકોટના નાગરિકો અને વિદ્યાર્થીઓને વિનામુલ્યે કોમ્પ્યુટર શિક્ષા મળે તેમજ કોમ્પ્યુટર જ્ઞાન મેળવી રોજગારીની તક મળે તેવા ઉમદા હેતુથી આ વર્ગોનો વોર્ડ નં.૧૫માં શુભારંભ કરાયો છે જેમાં ઉપસ્થિત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કોંગ્રેસ આગેવાન મિતુલભાઈ દોંગા, કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી, પ્રવીણભાઈ સોરાણી, રામભાઈ હેરભા, વોર્ડ પ્રમુખ વાસુદેવભાઈ ભભાણી, મુકનાયક સમતા સંગઠન ગુજરાતના પ્રમુખ એમ.પી.લેઉઆ, મંત્રી અમૃતભાઈ પંડ્યા, ટ્રસ્ટી નરેન્દ્રભાઈ વાઘેલા, નિવૃત ડે.કલેકટર કાપડિયા સાહેબ, જયંતભાઈ વાળા, રમેશભાઈ મકવાણા, વોર્ડ નં.૧૫ આગેવાનો અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રમેશભાઈ બથવાર, બાબુભાઈ વાઘેલા, રાણાભાઈ સોલંકી, વશરામભાઈ ચાંડપા, પુનાભાઈ ચાવડા, દેવજીભાઈ સોલંકી, દેવજીભાઈ વાઘેલા, નરેશભાઈ પરમાર, હિરાલાલ પરમાર, લલીતભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, અકબરભાઈ પતાણી, ઈર્શાદભાઈ લાસારી, ભુપતભાઈ રાઠોડ, સુરેશભાઈ, રામઇકબાલ યાદવ, બીપીનભાઈ રાઠોડ, સી.ડી.ચાવડા, દેવજીભાઈ ગેડિયા, તુલશીભાઈ મકવાણા, ભાણજીભાઈ દાફડા, ભીમજીભાઈ ચોરાલા, ચુનીભાઈ પરમાર, મોતીભાઈ મકવાણા, બકુલભાઈ દવેરા, બાબુભાઈ ચાવડા, કેશુભાઈ ભોજાણી, મનુભાઈ વાઘેલા, મુકેશભાઈ બી. પરમાર, નાથાભાઈ સાગઠીયા, નાનજીભાઈ દવેરા, રવજીભાઈ સોંદરવા ઉપસ્થિત રહ્યા હતા.