પેડક રોડ ઉપર ડમડમ હાલતમાં કાર્યકરે ટાયર સળગાવ્યાના બનાવ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં ભાજપના આકાઓના ઈશારે ખોટી રીતે ગુનો દાખલ કર્યો હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ: બપોર બાદ જામીન પર છુટકારો મળ્યો

સીસીટીવીમાં હું કયાંય દેખાયો નથી, ગતરાત્રીના ૮:૩૭ થી સવારના ૮:૦૦ સુધી મારો ફોન બંધ છતાં કોઈ પુરાવા વગર ગુનો નોંધયો: અશોક ડાંગર

પેડક રોડ ઉપર ગઈકાલે એક કોંગી કાર્યકરે ડમડમ હાલતમાં ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેની તુરંત જ પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં આજરોજ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની પણ અટકાયત કરી આ છમકલા અંગે દુશપ્રેરણા આપ્યાનો ગુનો નોંધ્યો હતો. જેને લઈને કોંગ્રેસમાં ભારે રોષ પ્રવતર્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે આક્ષેપો કરતા કહ્યું છે કે, આ બનાવ સાથે તેઓને કોઈ લેવાદેવા ન હોવા છતાં ભાજપના આકાઓના ઈશારે તેમની સામે ગુનો નોંધી ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે. ખેડૂતોના પ્રશ્ર્નો મુદ્દે આજરોજ ભારત બંધનું એલાન છે જેના એક દિવસે પૂર્વે ગત રાત્રે પેડક રોડ ઉપર બે ટાયર સળગાવવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. બી-ડીવીઝન પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી. અને આ છમકલુ કરનાર કોંગ્રેસના કાર્યકર તુષાર નંદાણીની ધરપકડ કરી હતી. આ કાર્યકર પીધેલી હાલતમાં બી-ડીવીઝન પોલીસે તેની સામે છ કલમો હેઠળ ગુનો નોંધી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં આજે સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પોતાની ખાનગી ઓફિસે પહોંચે તે પહેલા ગુંદાવાડી ખાતેથી તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી. શ‚આતમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે, અશોક ડાંગર બજારો બંધ કરાવવા નીકળે તે સંદર્ભે તેમની અટકાયત કરાઈ છે પરંતુ બાદમાં જાહેર થયું હતું કે, ગઈકાલે જે ટાયર સળગાવવાનું છમકલું થયું હતું તેની દુશપ્રેરણા આપ્યાના ગુનામાં તેની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે અશોક ડાંગરે જણાવ્યું કે, ગઈકાલની ઘટનામાં તેઓને કંઈ લેવાદેવા નથી. ભાજપના આકાઓના ઈશારે પોલીસે તેઓની સામે ખોટી રીતે ગુનો દાખલ કર્યો છે. આ કરતુત અંગે પોલીસ કમિશનરને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવનાર છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે વધુમાં જણાવ્યું કે, તેઓની ઉપર ગેરબંધારણીય રીતે રાજકોટ પોલીસ દ્વારા માત્ર ને માત્ર એક ભાજપના આકાઓની સૂચના મુજબ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ની અંદર ગુનો દાખલ કરેલ છે. ગુજરાત ની ભાજપ સરકાર લોકોના અવાજ  ને અને સત્યના અવાજને દબાવવાની કોશિશ કરેલ છે. ભારત દેશના દરેક નાગરિક ને પોતાનો હક છે ત્યારે રાજકોટ પોલીસ ભાજપના આકાઓ ની સૂચના મુજબ  પોલીસ ભાજપના કાર્યકર તરીકે વર્તી રહી છે અને તેઓની ઉપર ગુનો દાખલ કરેલ છે.

આ ભાજપ સરકાર આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પ્રેશર ઉભું કરેલ છે જેથી કરીને અન્ય આગેવાનો અને કાર્યકરો ભયભીત થઈ જાઈ તેથી ગુનો દાખલ કરેલ છે. આ ભાજપના આકાઓને સ્પષ્ટ પણે જણાવવાનું છે કે રાજકોટ શહેર કોંગ્રેસ નો નાના માં નાનો કાર્યકર ભાજપના આકાથી કે ભાજપના કાર્યકર તરીકે વર્તી રહેલ પોલીસ થી ક્યારેય ડર્યા નથી અને  ડરશે પણ નહીં અને હંમેશા ભાજપના અન્યાય સામે લડતા રહેશે.તેમ મહેશ રાજપુતે  આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.