આત્મન પ્રિ–સ્કુલ પરિવારના નાના નાના ભુલકાઓને વાર્ષિકોત્સવ આત્મન આઈડીયલ–૨૦૧૯ હેમુગઢવી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. આત્મન આઈડીયલ–૨૦૧૯માં મહેમાન તરીકે એન.સી.સી.ના બ્રિગેડીયર અજીતસિંહ શેખાવત, જીવન કો.ઓપ.બેંકના મેનેજિંગ ડાયરેકટર નરેન્દ્રસિંહ જાડેજા, કેપ્ટન ટીપુ સુલ્તાન ખાન, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર અને ઉપનેતા મનસુખ કાલરીયા, યુવા ભાજપ અગ્રણી જયેશ લાઠીયા તેમજ આત્મન પ્રિ–સ્કુલના પુષ્પદીપસિંહ જાડેજા, મનદીપ પટેલ, ભાવેશ લાઠીયા ઉપસ્થિત રહ્યા.
મહેમાનો અને તમામ બાળકો, વાલીઓ દ્વારા પુલવામાં આતંકવાદી હુમલામાં વીરગતિ પામેલા શહિદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ નાના–નાના ભુલકાઓ દ્વારા પોતાની નિર્દોષપણાની આગવી શૈલીમાં કૃતિઓ રજુ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આત્મન પ્રિ–સ્કુલ પરીવારના તમામ લોકોએ જહેમત ઉઠાવી હતી.