બંને યુવાનો મિત્રો સાથે શહેરમાં અલગ-અલગ જગ્યાએ પક્ષીઓને ૪૦૦ મણ, ચણ અને શ્ર્વાનોને ગાંઠીયા ખવડાવે છે
ભારતભરમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે ઘણા લોકોને જમવાનું પણ મળતું નથી. એવા સમયે ઘણી સંસ્થાઓ દ્વારા ભુખ્યાઓને અન્ન આપવામાં આવે છે. રાજકોટમાં જય ખેરા તથા તેમના મિત્રો દ્વારા પક્ષીઓને ચણ નાખવામાં આવી રહી છે. સાથે સાથે શ્ર્વાનોને લાડવા તથા ગાંઠીયા આપવાની સેવા કરવામાં આવી રહી છે. તેમના ગ્રુપદ્વારા રોજ ૪૦૦ કિલો જેટલી ચલનું વિતરણ કરવામાં આવે છે.
આશિષભાઇ ગાંધીએ અબતક સાથેની વાતમાં જણાવ્યુ છે કે અમારા મિત્ર સર્કલને વિચાર આવ્યો કે અત્યારે જે આ મહામારી છે. તેમાં પશુ પક્ષીઓની હાલત શું થશે? સામાન્ય દિવસોમાં પક્ષીઓને ચણ પુરતા પ્રમાણમાં મળતી હોય જશે. પરંતુ અત્યારે ઓછા પ્રમાણમાં ચણ આવતી હોય છે. માટે રોજની ૪૦૦ કિલો ચણ અમે રેસકેષ, જયુબેલી, આશાપુરા મંદિર અને આજીડેમ જેવા અનેક સ્થળોએ નાખીએ છીએ, તથા ઘણી જગ્યાએ કુતરાને લાડવા ગાઠીયા ખવડાવીએ છીએ. અમારી આ સેવા ૧૫ એપ્રિલ સુધી આપવાના છીએ.
પારસભાઇ ખેરાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે સ્નેહી તથા અમારા મિત્રોના સહકારથી અમે આ સેવા કાર્ય કરીએ છીએ અમને આ કાર્ય કરીને અંદરથી આનંદ પણ મળે છે.