એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં, અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની મહત્વની તપાસ, લતીફ ગેંગનાં અબ્દુલ વહાબની ધરપકડ અને એરપોર્ટ પરથી મસમોટા સેકસ રેકેટનાં સુત્રધારની ધરપકડ સહિતની મહત્વની કામગીરી બજાવનાર આશિષ ભાટિયા અમદાવાદ પોલીસનું સુકાન સંભાળ્યું
અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘ એનએસજીનાં ડાયરેકટર જનરલ તરીકે ડેપ્યુટેશન પર લઈ જવામાં આવતા અમદાવાદ પોલીસ કમિશનરની ખાલી પડેલી જગ્યા પર ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો હવાલો સંભાળતા આશિષ ભાટિયાને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિયુકિત આપવામાં આવી છે. આશિષ ભાટિયા એટીએસ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સીઆઈડી ક્રાઈમમાં મહત્વનાં અનેક કેસોની તપાસ સંભાળી અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. તેઓનાં એટીએસ કાર્યકાળ દરમિયાન લતિફ ગેંગનાં અબ્દુલ વહાબની ધરપકડ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચનાં વડા તરીકે ફરજ પર હતા ત્યારે અમદાવાદમાં થયેલા ૨૦૦૮નાં ટીફીન બોમ્બ પ્રકરણની મહત્વની તપાસ, અમદાવાદની કેટલીક યુવતીઓને કુટણખાનામાં ધકેલવાનાં ચાલતા સેકસ રેકેટનો પર્દાફાશ કરી અમદાવાદ એરપોર્ટ પરથી દેવા નામના સુત્રધારની ધરપકડ કરી એકી સાથે ૨૦ જેટલી યુવતીઓને બચાવવાની, હાજીહાજી ઈસ્માઈલની ધરપકડ, અમ્યાલપુરાની કરોડોની જમીન કૌભાંડનાં વોન્ટેડ સુત્રધારની ધરપકડ સહિતની મહત્વની કામગીરી તેઓએ કરી છે. પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ આશિષ ભાટિયાને અમદાવાદ પોલીસનું સુકાન સોંપવામાં આવતા પોલીસ બેડામાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.
અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે એ.કે.સિંઘ જયારે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેઓને ડેપ્યુટેશન ઉપર અને પ્રમોશન મળતા તેઓને એનએસજીનાં ડાયરેકટર જનરલનાં પદ પર નિયુકત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ખાલી પડેલી અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા પર ૧૯૮૫ની બેંચનાં આઈપીએસ આશિષ ભાટિયાને અતિરેક ચાર્જ આપવામાં આવ્યો હતો ત્યારે હવે તેઓને અમદાવાદ પોલીસ કમિશનરનો સંપૂર્ણપણે ચાર્જ સોંપવામાં આવ્યો છે. આશિષ ભાટિયાની સાથે સંજય શ્રીવાસ્તવને સીઆઈડી ક્રાઈમ તથા રેલવેનાં એડીજીપી તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે. આશિષ ભાટિયાની જયારે વાત કરવામાં આવે તો તેઓએ ૨૦૦૮માં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટમાં સરકાર માટે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી અને અનેકવિધ આરોપીઓને પકડી પાડયા હતા જેમાં ઈન્ડિયન મુજાહિદીનનાં આતંકીઓનો પણ સમાવેશ થયો હતો. છેલ્લા ૨૦ વર્ષથી આશિષ ભાટિયાએ એવી અનેક ફરજો નિભાવી છે અને તેમાં ઉત્કૃષ્ટ કામગીરી પણ હાથધરી છે.
આઈપીએસ એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે પ્રતિનિયુક્તિ પર જતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ આશિષ ભાટિયાને સોંપવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહ વિભાગે આશિષ ભાટીયાને અમદાવાદના સીપી તરીકે અને સંજય શ્રીવાસ્તવ સીઆઈડી ક્રાઈમના વડા નિમ્યા છે. આશિષ ભાટીયા ૧૯૮૫ની ગુજરાત કેડરના આઈપીએસ છે. તેમને અમદાવાદ શહેરના સીપી તરીકે ચાર્જ આપવામાં આવ્યો હતો. જો કે રાજ્યના ગૃહવિભાગે તેમને પૂર્ણકાલિન સીપી બનાવ્યા છે. તેમની પાસે રહેલો સીઆઈડી ક્રાઈમના ડીજીનો ચાર્જ હવે રહેશે નહીં.સંજય શ્રીવાસ્તવ ૧૯૮૭ની ગુજરાત કેડરના આઈપીએસ છે. તેમને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (આર્મ્ડ યુનિટ) ગાંધીનગરથી બદલી કરીને તેમને એડિશનલ ડાયરકેટર જનરલ ઓફ પોલીસ સીઆઈડી ક્રાઈમ (ક્રાઈમ એન્ડ રેલવેઝ) તરીકે નિમાયા છે. જ્યારે ૧૯૯૮ની ગુજરાત કેડરના આઈપીએસ પિયુષ પટેલને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આર્મ્ડ યુનિટ્સ) ગાંધીનગરના વધારાનો ચાર્જ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (આર્મ્ડ યુનિટ્સ)ને સોંપાયો છે.
એ.કે. સિંઘની એનએસજીમાં નિમણૂંક થતાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટિયાની કાયમી નિમણૂંક કરાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ઈન્ચાર્જ કમિશનર તરીકે આ હોદ્દો સંભાળી રહ્યા હતા. ૧૯૮૫ની બેંચના આઈપીએસ ઓફિસર આશિષ ભાટિયા સૌથી વરિષ્ઠ અધિકારીઓમાંના એક છે.અમદાવાદના નવા કમિશનર ભાટિયા ૨૦૧૬માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ભાટિયાને ૨૦૦૧માં પોલીસ મેડલ અને ૨૦૧૧માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે. અમદાવાદમાં કમિશનર તરીકે નિમાતા પહેલા તેઓ સીઆઈડી, ક્રાઈમ અને રેલવેના ડીજીપી હતા. ૫૭ વર્ષના ભાટિયા મૂળ હરિયાણાના વતની છે અને તેઓ છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાત પોલીસના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે. ૨૦૦૨માં રાજ્યમાં થયેલા કોમી રમખાણોમાંના નવ કેસની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલી જઈંઝના પણ તેઓ સભ્ય હતા.