ઝળહળતું પરિણામ આવતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ગેલમાં
આજરોજ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો કે આજે ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાતમાં રાજકોટનું 72.86 ટકા પરિણામ આવ્યું છે. જેમાં રાજકોટના વિદ્યાર્થીઓના સારા પરિણામથી ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે. જેમાં રાજકોટના રેલનગર ખાતે આવેલ આશીર્વાદ સ્કુલનું 100 ટકા પરિણામ આવ્યું છે. આશીર્વાદ સ્કુલમા ખુબ જ હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી. સ્કુલ દ્વારા રેલનગર વિસ્તારમાં પરિણામની ઉજવણી કરવા માટે રેલી યોજવામાં આવી હતી અને ડીજેના તાલે રાસ ગરબા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આજે જાહેરા થયેલા ધોરણ 10ના પરિણામમાં આર્શિવાદ સ્કૂલના વિદ્યાર્થીઓ સફળતા મેળવી હતી તેમાં શાળાના સંચાલકો, શિક્ષકોની સાથેસાથે વિદ્યાર્થીઓ દ્વારા વિતેલા દિવસોની પડકારજનક પરિસ્થિતિમાં લક્ષ્ય પરથી ડગ્યા વગર એકાગ્રતાથી જે રીતે અભ્યાસ કર્યો હતો તેનું સફળતાપૂર્વ પરિણામ હાંસલ કરેલ છે.
શિક્ષકો અને બાળકોની મહેનત રંગ લાવી: વિરેન્દ્રભાઇ પટેલ – ટ્રસ્ટી
આશીર્વાદ સ્કુલના ટ્રસ્ટી વિરેન્દ્રભાઇ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી સ્કુલનું 100 ટકા રિઝલ્ટ આવ્યું છે. સ્કુલના શિક્ષકો એ વિઘાર્થી પાછળ જે મહેનત કરેલી હતી તેનું પુરતુ વળતર મળ્યું છે. વિઘાર્થીઓએ પણ ખુબ જ મહેનત કરી ઝળહળતું પરિણામ મેળવ્યું છે. સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને સ્કુલ તરફથી ફ્રીમાં કલાસીસી કરાવવામાં આવે છે. દરેક વિઘાર્થીનું પર્સનલ મોનીટરીંગ કરીએ છીએ.
સારા પરિણામનો શ્રેય સ્કુલ અને માતા-પિતાને આપું છું: નેન્સી દોંગા
આશીર્વાદ સ્કુલમાં પ્રથમ આવનાર નેન્સી નીતીનભાઇ દોંગા એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કે તેમને ધોરણ 10 માં 98.79 પી.આર. આવ્યા છે. જેનું શ્રેષ્ય તે તેના માતા-પિતા અને સ્કુલના શિક્ષકોને આપે છે. તે એમ.બી.બી.એસ. નો અભ્યાસ કરવા ઇચ્છતા હોવાથી સાયન્સ બી-ગ્રુપમાં આગળ વધવા માંગે છે.
દિકરીના સારા પરિણામથી હું ખુબ ખુશ છું: નીતિનભાઇ દોંગા
આશીર્વાદ સ્કુલમાં પ્રથમ આવનારી વિઘાર્થીનીના વાલી નીતીનભાઇ બચુભાઇ દોંગાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની દિકરીને તે પુરતો સહકાર આપે છે. તેને આગળ ભણવામાં પણ તે પુરતો સહકાર આપશે. તેને કોઇ જાતની રોક ટોક કરવામાં આવતી નથી. સ્કુલ તરફથી પણ તેમની દિકરીને પુરતો સહકાર મળ્યો છે. તેમની દીકરીનું ખુબ જ સારુ પરિણામ આવતા તે ખુશી અનુભવે છે.
ઓછી ફ્રી વસુલી સારુ શિક્ષણ આપે છે: ચાવડા પંકજભાઇ
આર્શીવાદ સ્કુલના વિઘાર્થીના વાલી ચાવડા પંકજભાઇ પરષોતમભાઇએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મારા બાળકનું જે પરિણામ આવ્યું છે તેની શ્રેયશ સ્કુલને આપું છું. શાળા અને શિક્ષકો દ્વારા કરવામાં આવેલ અથાંગ મહેનતના કારણે ખુબ ઝળહળતું પરિણામ આવ્યું છે સ્કુલ દ્વારા ઓછી ફી વસુલી સારુ શિક્ષણ આપવાના આવે છે.