ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાયેલી વૈશ્વિક મોસમની પરિસ્થિતિમાં હવે ક્યારે શું થઈ જાય તે નિશ્ચિત રહ્યું નથી, મોસમના  બદલાયેલા મિજાજ  વચ્ચે દરેક માટે આગોતરું આયોજન અને અગમચેતી માટે આંખો ખુલ્લી રાખવાનો સમય ચાલુ છે. તાજેતરમાં જ ઘઉં પાકવાની સિઝનમાં જ માવઠા એ ખેતીમાં ખૂબ જ મોટું નુકસાન કર્યું છે, માવઠાના કારણે ઘઉંના ઉત્પાદનમાં દસ લાખથી 20 લાખ ટન સુધીનો ઘટાડો આવી પડે તેવી સ્થિતિ માં માવઠાના કારણે માત્ર ઘઉં જ નહીં પરંતુ અન્ય રવિ પાકોમાં પણ અંદાજ કરેલી ઉપજમાં મોટા પાયે ગાબડા પડ્યા છે ત્યારે સંભવિત રીતે જરૂરિયાતથી ઓછા ઉત્પાદનના કારણે અનાજ અને ખેતપેદાશોની ખેંચ અને ભાવ વધારાની નોબત આવે તેમાં કોઈ નવાઈ નથી.

ભારતીય પ્રાચીન શાસન પ્રણાલીમાં પણ ખેડૂતો અને પ્રજા પાસેથી રાજ કરમાં જ્યારે આસમાની એટલે કે કુદરતી આફતોમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, દુકાળ; વાવાઝોડા પૂર હોનારતની સ્થિતિમાં લોકોને કરમાં રાહત આપવામાં આવતી હતી. અને સાથે સાથે પ્રજાને “સુલતાની” આફત એટલે કે આક્રમણ ના સમયમાં પણ કરમાં મુક્તિ આપવામાં આવતી હતી હવે તો લોકતાંત્રિક રાજ છે પ્રજા રાજાના અધિપતિઓમાં નથી અને સ્વતંત્ર છે

ત્યારે આસમાની સુલતાની ની માફી ની જરૂર નથી પરંતુ માવઠા જેવી કુદરતી આપતો માં ખોટ સરભર કરવા અને આગોતરું આયોજન અનિવાર્ય બન્યું છે. ઘઉંના ઉત્પાદનમાં 10 થી 20 લાખનો ઘટાડો આવવાનો છે તેની સામે વિકાસ પર પ્રતિબંધ લાદીને બધું ફાળે પાડવા માટે સરકારે કવાયત હાથ ધરી છે સરકારના અંદાજ મુજબ ઘઉંનું ઉત્પાદન 10.20 કરોડતન હશે ખાનગી ધોરણે કરવામાં આવેલા સર્વેમાં કમોસમી વરસાદના કારણે પ કુલ ઉત્પાદન 10.30 કરોડ ટન અંદાજ લગાડવામાં આવ્યો છે તેની સામે આ વર્ષે ખેતીમાં ઘઉંનું વાવેતર વિસ્તાર વધ્યો છે અને ઉપજ ખરેખર 10.40 કરોડ જેવી કરવાની ધારણા હતી

પરંતુ ઘઉં ઉત્પાદક રાજ્યોમાં વરસાદના કારણે ઉત્પાદન ઘટે તેવી દેશત ઊભી થઈ છે તેની સામે ઘર આંગણે ઘટ ન પડે તે માટે ઘઉંની વિકાસ પર અંકુશ મૂકીને ઘર આંગણે ઘઉંના લોટની અછત ન થાય તેવું આયોજન કરાયું છે. આમ કુદરતી આફત માં પણ સઘન આયોજન કરવાથી મુશ્કેલીઓ સંપૂર્ણપણે નિવારી ન શકાય તો કંઈ નહીં. પરંતુ ઓછી તો જરૂર થઈ શકે, વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં અત્યારે સુશાસનનો યુગ ચાલી રહ્યો છે, ત્યારે કુદરતી આપતો સામે પણ સઘન આયોજનથી પ્રજા ને ખરા અર્થમાં અન્ન સુરક્ષા થી સુરક્ષિત કરવામાં દેશ સફળ રહેશે એ જ આ લોકતાંત્રિક અને આદર્શ સુશાસન ની પ્રતીતિ ગણાશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.