ઈંગ્લેન્ડે પોઝિટિવ માઇન્ડસેટ સાથે બેટિંગ કરી : પ્રતિઓવર 5.03 સરેરાશથી રન ફટકાર્યા
બર્મિંગહામના એજબેસ્ટોનમાં શરુ થયેલી પહેલી એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે વિકેટો ગુમાવી હતી, પણ આક્રમક અભિગમ જારી રાખ્યો હતો. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ એશિઝ ટેસ્ટમાં પહેલા જ દિવસે 5ની સરેરાશથી રન ફટકારતાં સનસનાટી મચાવી હતી. રુટની વર્ષ 2015 પછીની પહેલી એશિઝ સદી સાથેના અણનમ 118 રન તેમજ બેરસ્ટો 78 અને ક્રાવલી 61ની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડે પહેલા જ દિવસે તેની પ્રથમ ઈનિંગ 8 વિકેટે 393 રને ડિકલેર કરી હતી. રુટની કારકિર્દીની આ 30મી ટેસ્ટ સદી હતી. જ્યારે પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 ઓવરમાં વિના વિકેટે 14 રન કર્યા હતા.
એસિઝ ટ્રોફી બીજા દિવસે રોમાંચક તબબકામાં જોવા મળી છે. કારણકે ઓસ્ટ્રેલિયા ને ઘુંટણીએ પાડવું હોય તો પોઝિટિવ માઇનડસેટ રાખવો ખૂબ જરૂરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત ઉપર ઓસ્ટ્રેલિયા આવી એ માટે જ થયું હતું કારણ કે ભારતે ડિપેન્સિવ રમતનું પ્રદર્શન કર્યું હતું અને જે માઈન્ડ સેટ હતો તે પણ આક્રમક ન હતો અને પરિણામે બીજી વખત ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવામાં નિષ્ફળ નિષ્ફળ નીવડ્યું હતું.
વાત સાચી છે કે ક્રિકેટ ઈઝ ધ મેન્ટલ ગેમ અને તેનો ઉત્તમ ઉદાહરણ એસીઝ કપમાં ઇંગ્લેન્ડે પૂરું પાડ્યું છે. એસીસ ના પ્રથમ દિવસથી જ ઇંગ્લેન્ડના બેટ્સમેનો આઉટ થયાના ડર વગર ઓસ્ટ્રેલિયાના બોલરોને હંફાવ્યા હતા. અને સરેરાશ પાંચ રન પ્રતિ ઓવરની ઝડપે ટેસ્ટમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તુજ નહીં ઇંગ્લેન્ડના બેટ્સમેન જોની બેરિસ્ટોએ રન બોલ એટલે કે 78 રન 78 બોલમાં જ નોંધાવ્યા હતા અને પરિણામ સ્વરૂપે ખેલાડીઓ ઘૂંટણયે પડ્યા હતા. બાકી રહેતા ચાર દિવસ અત્યંત રોમાંચક ભર્યા બની રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજ માઈન્ડ સેટ સાથે જો ભારતે બેટિંગ અને બોલિંગ કરી હોત તો ઓસ્ટ્રેલિયાને હંફાવી હોત.