શું ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ્સમાં લીડ મેળવી શકશે ?
ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યુ કરેલ બેન ડકેટ 2 રનથી સદી ચુક્યો
એસીઝ ટેસ્ટ હાલ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે કારણકે ઇંગ્લેન્ડના બોલરોએ બીજા દિવસની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાને મજબૂર બનાવ્યું હતું અને પરિણામ રૂપે ઓસ્ટ્રેલિયા માત્ર 416 રન પર સીમિત રહી ઓલ આઉટ થઈ ગયું હતું. પ્રથમ ઇનિંગની લીડ મેળવવા મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ એ બીજા દિવસના અંતે ચાર વિકેટ ગુમાવી તો 278 રન નોંધાવી દીધા છે. પ્રથમ ઈનિંગની લીડ મેળવવા માટે હજુ ઇંગ્લેન્ડે 138 રનની જરૂર છે ત્યારે પ્રશ્ન એ જ છે કે શું ઇંગ્લેન્ડ પ્રથમ ઈનિંગ્સમાં લીડ મેળવી શકશે કે કેમ ?
બીજી તરફ ઓસ્ટ્રેલિયન બોલરોએ બોડી લાઇન બોલિંગ કરવાનું શરૂ કર્યું હતું જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ઓસ્ટ્રેલિયાના સ્પીનર નાથ લિયોન ઇજાગ્રસ્ત થતા ઇંગ્લેન્ડને લીડ ન મળે તે માટે બોડી લાઈન બોલિંગ કરવાની શરૂ કરી હતી અને પરિણામે ત્રણ વિકેટ ઓપન ફાસ્ટ બોલરોએ ખેરવી હતી. હાલ જે પ્રમાણેની સ્થિતિ ઊભી થઈ છે તેને જોતા નાથન લિયોન આ બીજી ટેસ્ટ મેચ ગુમાવે તેવી પૂર્ણ શક્યતા છે. લીયોને 13 ઓવર નાખી 35 રન આપ્યા હતા અને 1 વિકેટ ઝડપી હતી.
ત્યારે ત્રીજા દિવસની શરૂઆતની બે કલાકમાં જ એ વાતનો અંદાજો આવી જશે કે ઇંગ્લેન્ડ લીડ મેળવશે કે કેમ કારણકે અત્યાર સુધી ઇંગ્લેન્ડની બોલિંગ ખૂબ જ નબળી રહી છે અને તેનો લાભ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ખૂબ સારી રીતે ઉઠાવ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યૂટ કરેલા બેન ડકેટ તે પણ ટીમને મજબૂતાઈ આપી હતી પરંતુ તે તેની પ્રથમ સદી માત્ર બે રનથી ચૂકી ગયો હતો.
આજના સમયનો બ્રેડમેન સ્ટીવ સ્મીથે 32 મી સદી ફટકારી
ઇંગ્લેન્ડ સામે બીજી એશિઝની પ્રથમ ઇનીગમાં સ્મિથે પોતાની 32મી સદી ફટકારી હતી. 32 મી સદી ફટકારવા માટે 176 ઇનિંગ રમી હતી જ્યારે સચિન તેંડુલકરે 179 ઈનિંગ રમી હતી. એટલું જ નહીં સ્મિથે બારની એશિઝ સદી ફટકારી ડોનાલ્ડ બ્રેડમેન નો રેકોર્ડ પણ તોડ્યો હતો અને તે આજના સમયનો બ્રેડમેન બન્યો હતો. ટેસ્ટ મેચમાં સ્મિથે અનેક નવા રેકોર્ડ સર કર્યા છે જેમાં તે ચોથો ઓસ્ટ્રેલિયન બેટમેન બન્યો છે જેને તેની કરિયરના 9000 ટેસ્ટ રન પુરા કર્યા હોય અને એસીઝ ટેસ્ટમાં તેને સ્ટીમ વોનો રેકોર્ડ પણ તોડી કુલ 3,176 રન નોંધાવ્યા છે.