ક્યાંથી ગાંજો લાવતો અને કોણે વેચાણ કરતો તે દિશામાં વધુ તપાસ
મોરબીમાં દેશી અને વિદેશી દારૂ સાથે ગાંજા જેવા માદક દ્રવ્યોનું પણ વેચાણ કરવામાં આવતું હોય તાજેતરમાં એક ઈસમને એસઓજી ટીમે પાંચ કિલોથી વધુના ગાંજા સાથે દબોચી લીધો હતો જે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા આશારામ વાલજી હડીયલ (ઉ.વ.૨૮) નામનો શખ્શ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોય તેવી બાતમીને આધારે એસઓજી ટીમે ઘરે દરોડો કર્યો હતો અને આરોપીના ઘરેથી ૫ કિલો અને ૭૧૯ ગ્રામ ગાંજો સહીત કુલ રૂા.૬૩,૧૯૦નો મુદામાલ જપ્ત કરીને આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને ગાંજા પ્રકરણની વધુ તપાસ મોરબી તાલુકા પીએસઆઈ એ એ જાડેજા ચલાવી રહ્યા હોય આરોપીને આજે કોર્ટમાં ૭ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યો હતો અને કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે રિમાન્ડ દરમિયાન મોરબી તાલુકા પોલીસ આરોપીએ ગાંજાનો જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો અને કોણે કોણે તે વેચાણ કરતો હતો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.