પેલેસ રોડ આશાપુરા મંદિરે વહેલી સવારે આરતી બાદ વાજતે ગાજતે રાજવી પરિવારની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું: રાજકોટથી ૩૭૫ કીમી દૂર માતાના મઢ સુધીની પદયાત્રા આજથી : સંખ્યાબંધ શ્રધ્ધાળુઓ માતાના મઢ તરફ જવા રવાના
કચ્છમાં માતાના મઢ તરીકે જગવિખ્યાત ધર્મસ્થાનકે બિરાજમાન ર્માં આશાપૂરાનું નવરાત્રી દરમિયાન દર્શન પૂજનનું વિશેષ મહત્વ છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટથી આજરોજ વહેલી સવારે પેલેસ રોડ ખાતે આવેલા ર્માં આશાપૂરાના મંદિરે બાવનગજની ધજા ચડાવ્યા બાદ પદયાત્રીક સંઘ રાજકોટથી માતાના મઢ તરફ જવા રવાના થયું હતુ જય માતા જગદંબાના નાદ સાથે સંઘે પ્રસ્થાન કર્યુ હતુ.પદયાત્રીક સંઘ ર્માંની જય જય કાર બોલાવતા બોલાવતા રસ્તામાં આવતા જુદા જુદા સ્થળોએ રાત્રી રોકાણ કરી તા.૨૧ના રોજ માતાના મઢે પહોચશે જયાં ર્માંના કલ્યાણકારી દર્શન કરી જગકલ્યાણનાં આશીર્વાદ માંગશે.ર્મા આશાપુરા મિત્ર મંડળ ભગવતીગ્રુપ ભગવતીચોક પેલેસ રોડ ખાતેથી ર્માં આશાપૂરા પદયાત્રી સંઘના આયોજક દ્વારા ભવ્ય વિદાય સમારંભમાં આજરોજ સવારે ભગવતી ચોક પેલેસ રોડ ખાતે યોજાયો હતો. ર્માં આશાપૂરાની જય બોલો રે, માના જયઘોષ સાથે વિશાળ સંખ્યામાં પદયાત્રીઓમાં આશાપૂરાધામ કચ્છ ખાતે ૩૭૫ કીમીની પદયાત્રા કરશે.આ વિદાય સંઘના આયોજકો તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પેલેસ રોડ ર્માં આશાપૂરાની નાદથી ગુંજી ઉઠ્યું હતુ.સંઘ દ્વારા બાવનગજની ધજા ચડાવવામાં આવી હતી. પદયાત્રીઓને પ્રસાદ‚પે જલેબી, ગાઠીયા, ચા વગેરે પ્રસાદ આપવામાં આવ્યા હતા.આ વિદાય સમારંભમાં અતિથિ વિશેષ તરીકે સમાજના શ્રેષ્ઠીઓ યુવરાજ માધાતાસિંહ જાડેજા રજાકોટ, યુવરાણી સાહેબ શ્રીમતી કાન્દમ્બરી દેવી, યુવરાજ સાહેબ , જયદિપસિંહજી (ટીકા સાહેબ) રરજીતસિંહજી જાડેજા કોઠારીયા, પદુભાબાપુ, આશાપૂરાધામ ઠેબચડા તેમજ ગાયત્રીબા વાઘેલા તેમજ આશાપૂરા મિત્ર મંડળના આયોજકો નીતીનભાઈ મેવાડા નીરજ ચાવડા સિધ્ધરાજસિંહ જાડેજા તેમજ ર્મા આશાપુરા સસંઘના આયાજેકો જયદેવસિંહ જાડેજા સુખદેવસિંહ ઝાલા, દિગુભા જાડેજા, મધુભાઈ ચૌહાણ, મયુરસિંહ જાડેજા વિનોદભાઈ પોપટ, વિશાળ સાધુ સંતો આમંત્રીત મહેમાનોની ઉપસ્થિતિ રહ્યા હતા.પદયાત્રીકોને શુભેચ્છા પાઠવવા અંજલીબેન ‚પાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બહેનો દ્વારા તલવાર રાસ સાથે વાજતે ગાજતે વિશાળ માનવ મહેરામણ અને રાજવી પરિવારની ઉપસ્થિતિમાં બાવનગજની ધજા ચડાવવામાં આવી હતી. પોથીયાત્રામાં જોડાવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નીહાળવા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયો હતો.