મહાનગરપાલિકા નિર્મિત અને સરગમ કલબ સંચાલીત રામનાથ પરા મુકિતધામમાં છેલ્લા ૬ માસમાં જે ર૪૦૦ લોકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો તેમના અસ્થિઓની સામુહિક પુજન વિધિ તાજેતરમાં યોજવામાં આવી હતી. હવે આ તમામ અસ્થિનું આગામી તા.૧૦મીએ હરદ્વાર ખાતે સવારે ૭ કલાકે ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે.
તા. ૧-૭-૧૯ થી ૩૧-૧૨-૧૯ સુધી રામનાથ પરા મુકિતધામમાં ગેસ, લાકડા અને વિઘુત વિભાગમાં ર૪૦૦ લોકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. સરગમ કલબ દ્વારા આ તમામના પરિવારજનોની હાજરીમાં અસ્થિપુજન કરવામાં આવ્યું હતું.ે હવે આગામી ૧૦મીએ હરદ્વાર ખાતે ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે.
ગુણવંતભાઇ ડેલાવાળાના જણાવ્યા અનુસાર દરેક મૃતકના નામ બોલીને વિધિપૂર્વક અસ્થિ વિસર્જન કરવામાં આવશે. આ કામ માટે સરગમની ટીમ હરદ્વાર પહોંચી ગઇ છે.
સમુહ અસ્થિપુજનના કાર્યક્રમમાં મનસુખભાઇ ધંધુકીયા, રમેશભાઇ અકબરી, ઘનશ્યામભાઇ પરસાણા, કીરીટભાઇ આડેસરા, કનેયાલાલ ગજેરા, હરેશભાઇ છોટાળા ઉપરાંત સરગમ લેડીઝ કલબના અલ્કાબેન કામદાર, જસુમતિબેન વસાણી, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, મધુરીકાબેન જાડેજા, અલકાબેન ધામેલીયા, જયશ્રીબેન વ્યાસ, આશાબેન ભુછડા, હર્ષાબેન પીઠડીયા, હીનાબેન પારેખ, હર્ષાબેન કથરેયા વગેરે જોડાયા હતા.