દિવાળીના પર્વ નિમિત્તે

આદિલક્ષ્મી, ધન લક્ષ્મી, વિદ્યા લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વિજય લક્ષ્મી અને રાજ લક્ષ્મી નો અદ્ભુત સમન્વય સમાઅષ્ટ લક્ષ્મી હોમદ્વારા ધન, ધાન્ય, હિંમત, જ્ઞાન, સફળતા, સંતાન, સદ્ ભાગ્ય અને શક્તિ એ આઠ પ્રકારનો  વૈભવ મેળવવા માટે અષ્ટલક્ષ્મી યજ્ઞ કરવામાં આવે છે જેનું આયોજન આર્ટ ઓફ લીવીંગ રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર પરિવાર દ્વારા દિવાળી ના પર્વ નિમિતે પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આગમન પર રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

આર્ટ ઓફ લીવીંગ બેંગ્લોર ના સહયોગ થી સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ રાજકોટમાં યોજાયેલ વિવિધ પૂજા, હોમ, હવાનોનું છેલ્લા એક વર્ષમાં હજારો લોકોએ ભાગ લઇ અને પ્રાચીન પૂજાઓ અને હવનની સકારાત્મક ઉર્જાની અનુભૂતિ કરી હતી.

આ વર્ષમાં પુરુષોત્તમ પૂજા કુલ મળીને રાજકોટ અને જામનગરમાં ૧૪ જુદા જુદા સ્ળો પર કરાવવામાં આવી હતી.નવરાત્રી દરમિયાન સુરેન્દ્રનગરમાં આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા શરદ નવરાત્રીમાં જુદા જુદા હવાનો કરવામાં આવ્યા હતા જેમકે ગણેશ હોમ, વાસ્તુ શાંતિ હોમ, સુબ્રમણ્યમ હોમ, સુદર્શન હોમ, અષ્ટચંડી હોમ જે બેંગ્લોર થી પધારેલા વેદાચાર્યો અને પંડિતોના સાનિધ્યમાં કરવામાં આવ્યા હતા. જેના ફળ સ્વરૂપ વાતાવરણમાં સકારાત્મક ઉર્જાના ફેલાવા દ્વારા સમાજમાં શાંતિ, સમૃદ્ધિ અને શક્તિનો વધારો થાય અને વિશ્વભર માં શાંતિ જળવાઈ રહે તેવા સંકલ્પી કરવામાં આવી જેમાં ૭૦૦ થી ૮૦૦ લોકોએ ભાગ લીધો હતો.

આર્ટ ઓફ લીવીંગ બેંગ્લોર આશ્રમ ખાતે પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ગુરુકુળની સપના વર્ષો પહેલા કરવામાં આવી છે જ્યાં બાળકો ચાર વેદોની શિક્ષા પ્રાપ્ત કરે છે અને ૧ વેદ ભણતા ૧૨ વર્ષનો સમય લાગતો હોય નો આવા વિદ્વાન પંડિતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે તો સમાજમાં સકારાત્મકતા ફેલાય છે. હવન તા. ૭ નવેમ્બરને બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યા થી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે રાખેલ છે. વધુ માહિતી માટે ૯૮૭૯૧ ૨૪૭૭૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.