આવતીકાલે સોમવારને ૧૯ જૂનથી અષાઢી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ ૧૯ થી ૨૭ જૂન સુધી રહેશે. એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિ સામાન્ય રહે છે, જ્યારે માઘ અને અષાઢ મહિનાની નવરાત્રિ ગુપ્ત રહે છે.
૨૦ જૂન મંગળવારે અષાઢી બીજ આવી રહી છે ભગવાન જગન્નાથજી ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે રથયાત્રા કરશે જે આપણો સર્વોત્તમ તહેવાર છે. અષાઢી બીજના દિવસે શ્રી કૃષ્ણ પરમાત્માને ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે અંતઃકારણમાં સ્થાપવાનો શ્રેષ્ઠ દિવસ છે.
અષાઢ માસ એક અલગ જ અવકાશી તરંગો સાથે શરુ થાય છે બિપોરજોય પછી રાહતના શ્વાસ સાથે અષાઢ માસ નવરાત્રી આવી રહી છે. આ ગુપ્ત નવરાત્રીમાં દેવીનું અનુષ્ઠાન કરી શકાય અને સમગ્ર વર્ષ માટે ભરપૂર ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. અષાઢી નવરાત્રીમાં શક્તિ કૃપાથી અશક્ય કામને પણ શક્ય કરી શકાય છે માટે આ નવરાત્રીમાં શક્તિ સાધના કરવી જોઈએ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨—