- અબતકની મુલાકાતમાં આગેવાનોએ ભાવવંદના મહોત્સવની વિગતો આપી માય ભક્તોને ધર્મ લાભ લેવા કર્યું આહવાન
- સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા
રાજકોટ ના જામનગર રોડ પર આવેલ માધાપુર ગામ માં 550વર્ષ પૌરાણિક આઈ નાગબાઈ માં ના વિસામે સૌપ્રથમવાર કષાઢી બીજ મહોત્સવે નાગબાઈ માં ની ભાવવધના ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
અબ તકની મુલાકાતે આવેલા આગેવાનો કિરીટસિંહ ડોડીયા, પ્રકાશભા કવલ ,જશુભા ગઢવી ,ભુપતભાઈ ગઢવી, મુકેશભાઈ ગઢવી ,સુરેશભાઈ મોલિયા, દુદાભાઈ મોલિયા, અજયભાઈ મોલિયા, મુકેશભાઈ ઝાલાવાડીયા અને દિનેશભાઈ ઢોલરીયા એ મહોત્સવ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા ઐતિહાસિક માધાપર ગામે આવેલ આઈશ્રી નાગબાઈ માં ના વીસામે અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે માતાજીના ભાવ વંદના મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે
માધાપર માં 550 વર્ષ પૌરાણિક નાગબાઈ માં ના વિસામે 7/7 24 અષાઢી બીજ રવિવારે યોજાનારા ભાવ વંદનામાં સંતવાણીના આરાધક શક્તિદાન ભાઈ ગઢવી, ગોવિંદભા પાલિયા, લોકગાયક ભક્તિ દાન ગઢવી, ઇન્દુબેન ગઢવી દ્વારા આઈ માના ભેળયા ચરજ રજૂ કરાશે.
મોગલ ધામ આજીડેમ ખાતે આઈ શ્રી લક્ષ્મીબાઈ પાવન પગલાં કરશે રવિવારે રાત્રે 9:00 વાગે જગદંબા આઈ નાગબાઈ માં ના તમામ છોરુ ભાવ વંદનામાં ઉપસ્થિત રહેશે.
છેલ્લા દસ વર્ષથી રાજકોટ ખાતે ચારણીયા સમાજ દ્વારા શોભાયાત્રા નું સમાપન આઈ શ્રી નાગબાઈ માં ના વિશામાં ખાતે થવાની એક પરંપરા છે આ શોભાયાત્રા સવારે 9:00 વાગ્યે કિસાનપરા ચોક થી પ્રસ્થાન થઈ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ફરીને માધાપર ચોકડી થી માધાપર આવશે.
સાંજે 6:00 વાગે શોભાયાત્રા વિસામાસ્થળે આવશે ઠેર ઠેર શોભાયાત્રા નું સન્માનને સ્વાગત કરવામાં આવશે ક્ષત્રિય સમાજના વાળા રાજપુત પૃથ્વીરાજસિંહ વાળા ,શિવદીપસિંહ વાળા ,છત્રપાલસિંહ વાળા ની આગેવાનીમાં ક્ષત્રિય વાળા રાજપુત દ્વારા શીતલ પાર્કમાં સન્માન કરવામાં આવશે .
અવધ સોસાયટીમાં ડોડીયા પરિવાર દોલુભા ડોડીયા પરિવાર ગજુભા ગઢવી જસુભા ગઢવી સહિત આગેવાનો સ્વાગત કરશે આગેવાનીમાં માધાપર ગામમાં સમસ્ત ગ્રામજનો યાત્રાનું સ્વાગત કરશે
આ મહોત્સવમાં ભાવવંદના અને મહાપ્રસાદનો લાભ લેવા માય ભક્તોને ઇજન આપવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે ઘોઘુભા જાડેજા દોલુભા ડોડીયા , કિરીટસિંહ ડોડીયા ના માર્ગદર્શન હેઠળ ચારણ ગઢવી સેવા સમાજના પ્રમુખ નીતુભાઈ જીબા, પ્રકાશ ભા કવલ ભુપતભાઈ ગઢવી ક્ષત્રિય સમાજના આગેવાન પૃથ્વીરાજસિંહ વાળા ચારણીયા સમાજના આગેવાન પ્રવીણભાઈ ચારણીયા અને ભાવિકો જેમાં ઉઠાવી રહ્યા છે