મુખ્ય માર્ગ પર પુ. નાગબાઇમાઁની 14 ફુટ ઉંચી વિરાટ પ્રતિમા શોભાયાત્રાના પસ્રભ્રમણ બાદ સમુહ મહાપ્રસાદનું આયોજન
ચારણીયા સમાજને સેંકડો વર્ષો પહેલા આત્મગૌરવ અપનાવનાર પૂ. જગદંબા આઇશ્રી નાગભાઇ માઁના પ્રાગટય દિન નીમીતે ર0 જુન 2023 ના રોજ મંગળવારે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે. જેમાં દિવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત આવેલા પ્રવિણ ગોગીયાએ જણાવ્યું હતું કે ચારણીયા સમાજ આયોજીત અષાઢી બીજ મહોત્સવનસ ભવ્ય શોભાયાત્રાનો તા. ર0 જુન ના મંગળવારના રોજ સવારે 9.30 વાગ્યે કિશાનપરા ચોકથી પ્રારંભ થશે. ભવ્ય શોભાયાત્રામાં પૂ. જગદંબા આઇશ્રી નાગબાઇ માતાજીની ફણીઘર નાગ સાથેની 14 ફુટ ઉંચી વિરાટ અને દિવ્ય પ્રતિમા અનેરું આકર્ષણ જમાવશે. શોભાયાત્રામાં સૌથી આગળ વિરાટ ધર્મઘ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનો રહેશે. તેમની પાછળ સુશોભિત ભવ્ય રથમાં પૂ. શ્રીનાગબાઇ માતાજીની 14 ફુટ ઉંચી દિવ્ય પ્રતિમા બીરાજમાન રહેશે. આ રથયાત્રામાં શાનદાર ડી.જે.ના સુર-તાલે આઘ્યશકિત જગદંબાની ગરબાવલીની સંગાથે ચારણીયા સમાજ જબરું આકર્ષણ જમાવશે. આ સાથે રથયાત્રા ફરતે યુવાનો ભગવી ઘ્વજા સાથે તૈનાત રહીને વ્યવસ્થા સંભાળશે. આ શોભાયાત્રામાં પરંપરાગત પહેરવેશ સાથે વડીલો તો ઠીક યુવાનો, બાળકો, યુવતિઓ, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાશે. નાના બાળકોને પણ ચારણીયા સમાજના પરંપરાગત પહેરવેશમાં સજજ કરશે. આ ઉપરાંત કેટલાક નાના બાળકોને હિન્દુ ધર્મના દેવી-દેવતાઓની વેશભૂષામાં તૈયાર કરીને ભવ્ય શોભાયાત્રાને દિવ્ય બનાવાશે.
સમાજના સામાજીક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ, સ્વૈચ્છીક અને સેવાભાવી સંસ્થાઓના હોદેદારો વગેરે ખાસ ઉ5સ્થિત રહીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે.
ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામીને જીલ્લા પંચાયત ચોકથી ડો. યાજ્ઞીક રોડ થઇ માલવીયા ચોકથી ત્રિકોણબાગ થઇને જયુબેલી ચોકથી આગળ આર.ડી.સી. બેન્ક રોડ થઇ ચૌધરી હાઇસ્કુલ ચોકથી બહુમાળી ભવન થઇ રેસકોર્સમાં કિસાનપરા પાસે બપોરે 12.30 વાગ્યે સમાપન થશે. જયા ભવ્ય શોભાયાત્રાનું વિસર્જન થયા બાદ સમુહ મહાપ્રસાદ યોજાશે.
સમસ્ત ચારણીયા સમાજના યુવાનો છેલ્લા બે મહિનાથી પૂ જગદંબા આઇશ્રી નાગબાઇ માઁના પ્રાગટય દિન નિમીતે અષાઢી બીજ મહોત્સવની તૈયારી માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ચારણીયા સમાજના વડીલોનો પણ સહકાર અને માર્ગદર્શન મળી રહ્યા છે.