રાજકોટ, ભાવનગર, જામનગર,જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, વેરાવળ, તોરણીયા, પરબધામ, મજેવડી સહિત વિવિધ સ્થળે પૂજન, અર્ચન, ઘ્વજારોહણ, મહાપ્રસાદ, સંતવાણીના યોજાયા કાર્યક્રમ
ભગવાન જગન્નાથજીની રથયાત્રા સૌરાષ્ટ્ર ના રાજકોટ સહિત ભાવનગર, જામનગર, પોરબંદર, વેરાવળ, તોરણીયા, પરબધામ, મજેવડી સહીત ઠેર ઠેર શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદમાં નીકળેલી 145મી ભગવાન જગન્નાથજી સાથે ભાઇ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગર ચર્યાએ નિકળ્યા હતા. લાખોની સંખ્યામાં ભાવિક ભકતોએ આ રથયાત્રામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
સૌરાષ્ટ્રભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતી. રાજકોટ,ભાવનગર, પરબધામ, તોરણીયા,મજેવડી, પોરબંદર સહિત વિવિધ સ્થળે ધ્વજારોહણ, મહાયજ્ઞ, પૂજન,અર્ચન, મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજનો કરાયાં હતા.
સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જય જગન્નાથજીના નાદ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને વધાવવા ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાં રાજકોટ સહિત વિવિધ શહેરોમાં ભગવાન જગનાથજીની દિવ્ય રથયાત્રા નિકળી છે. ભગવાન જગન્નાથ, બલરામ, શુભદ્રાજી નગરયાત્રાએ નિકળી સૌ કોઈને દર્શન આપશે.ધાર્મિક જગ્યાઓમાં સંતોના હસ્તે ધ્વજારોહણ, પૂજન અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહયા છે.
ભાવનગર: ભાવનગરમાં અષાઢી બીજની ભગવાન જગન્નાયજીની રથયાત્રા દરમિયાન શંકર સુવન શીરાના મહાપ્રસાદનું વિતરણ થશે. શંકર સુવન હનુમાન મંદિર (બારસી મહાદેવની વાડી સામેં) ના મહંત કરાાસકર દાદાના માર્ગદર્શન કેઠળ તમામ સેવક સમુદાયના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શીરાનાં મહાપ્રસાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રામા ધરાવવામા મહેરના જોનાથ ચૌક ખાતે રથયાત્રામાં જનાર ભાવિકજનોને આ પ્રસાદનું વિતરણ થશે.
પરબધામ: ભેસાણ નજીક આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ તિર્થ ક્ષેત્ર પરબધામ ખાતે તા.1 જુલાઈના અષાઢી બીજ મહોત્સવની ઉજવણી થઇ રહી છે.લોક્મેળાનો સ્વયંભૂ પ્રારંભ થઈ ચુક્યો છે. આ વર્ષે દર વખતથી વધુ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. પરબધામ ખાતે કરશનદાસ બાપુ તા.1ના સવારે 7.30 ક્લાકે ધ્વજારોહણ કરેલ. ત્યારબાદ ઉપસ્થિત ભાવિક ભક્તજનોને હનુમાનજી મંદિર દ્વારા આર્શીવચન પાઠવશે. ત્યારબાદ પૂજન સહિતનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે. ભોજન પ્રસાદ તૈયાર કરવા માટે હજારો સંખ્યામાં સેવા આપી રહ્યાં છે.
જૂનાગઢ: જૂનાગઢમાં જગમાલ સમાજનાં રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા 18મી મહાપ્રભુની શોભાયાત્રાનું આયોજન કરાયું છે રથયાત્રા બપોરે 3 ક્લાકે જગનાથજી મંદિર ખાતેથી પ્રસ્થાન થશે. આ પ્રસંગે સાધુ, સંતો, આગેવાનો, શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી રથયાત્રામાં વિવિધ ફ્લોટો, રાસ મંડળીઓ, ધૂન મંડળીઓ, યુવક મંડળો જોડાશે.
બાબરા: ભાભા શહેરમા વર્ષ 2018 થી સંત વેલનાથજી બાપુના પાટોત્સવ રૂપી ચુવાળીયા સમાજ સહિત દરેક જ્ઞાતિના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પોલીસ વડા દ્વારા ભાખરા જલારામ મંદિર ખાતે વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં રવિનાથજી ગંગાનાથજી જગ્યા ખાતે આજે બટુક ભોજન સાથે સત્ય નારાયણ પુજા સહિત ધૂન કીર્તનનું ખોડિયાર યુવક મંડળ તથા જુલણ મોરલી ગ્રુપ દ્વારા આયોજન થયું છે.
બેન્ડ પાર્ટી સાથે વાજતે ગાજતે રથયાત્રા નિકળશે. રથયાત્રા જગન્નાથ મંદિરથી નગર ભ્રમણ કરી જગન્નાથ મંદિર સંપન્ન થશે.
બાબરા તાલુકાના દરેડ ગામે આવેલ ભક્ત શિરોમણી આપા હરદાસ – આપા મેરામની જગ્યામાં અષાઢી બીજ મહોત્સવ ધામધૂમથી ઉજવવા સમસ્ત સમાજમાં હરખની હેલી જોવા મળી રહી છે.
મજેવડી: મજેવડી ખાતે સમસ્ત લુહાર જ્ઞાતિ દ્વારા દેવતણખી બાપા તથા લિરબાઈની જગ્યામાં અષાઢી બીજ મહાપર્વની ઉજવણી થઈ રહી છે. ધાર્મિક કાર્યક્રમો સાથે યોજાયેલ લોકમેળામાં લોકો ભાવ ભક્તિથી તરબોળ બન્યા છે.
બાલાગામ(ઘેડ): કેશોદના બાલાગામ ખાતે આવેલ સંત શિરોમણી દાસારામબાપાના મંદિરે અષાઢી બીજ પર્વની ઉમંગ ઉત્સાહથી ઉજવણી કરાઇ રહી છે
આ ધાર્મિક મહોત્સવમાં મંડળો, સેવાભાવી લોકો દ્વારા પ્રસાદ વિતરણ, ઠંડા પીણાના પરબ, શરબત સહિતનું વિતરણ કરાઈ રહ્યું છે.
માળીયાહાટીના: માળીયા હાટીનામાં ઘેડીયા કોળી સમાજ દ્વારા શુકવારે અષાઢી બીજની ઉજવણી કરાશે. સવાર 8 વાગ્યે જશાપરા માંથી રથયાત્રા નીકળી મુખ્ય માર્ગો ઉપર થઈને બપોરે 12 વાગ્યે સામાકાંઠે રામાપીરના મંદિરે જશે. જ્યાં મુકેશભાઈ, વાજા, જીતુભાઈ ડાકી તરફથી તમામ ધર્મપ્રેમી ભાઈઓ, બહેનોને ફરાળ કરાવવામાં આવશે.
પોરબંદર: પોરબંદર ખાતે ખારવા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ (વાર્ણાટ) પવનભાઈ શિયાળે જણાવ્યું. હતું કે, 1 જુલાઈ શુક્રવારે ખારવા ઇષ્ટદેવતા રામદેવ મહારાજની શોભાયાત્રા સવારે 9 કલાકે પંચાયત મંદિરેથી પ્રયાણ કરી શહિદ ચોક, શીતલા ચીક, માણેક ચોક, કસ્તુરબા ગાંધી રોડ ખાતેથી નીકળશે.
ફલા: જામનગર તાલુકાના નવા રણુજામાં અષાઢી બીજની ઉજવણી ઉજવણી કરવામાં આવશે. ખુશાલ બાપાની ખોડીયાર મંદિર બ્રહ્મલિન જગ્યામાં અષાઢી બીજના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. રાત્રે સંતવાણીમાં દેવલબેન ભરવાડ મુનાભાઈ નિમાવત, વિપુલ પ્રજાપતિ વગેરે ક્લાકારો ઉપસ્થિત રહેશે.
દામનગર :દામનગર રામદેવજી ની જગ્યા એથી અષાડી બીજોત્સવ ની રથયાત્રા પ્રસ્થાન થઈ સરદાર ચોક થી બગીચા પ્લોટ નગરપાલિકા બહાર ન મુખ્ય માર્ગો પર ફરી સમસ્ત દામનગર માલધારી સમાજ આયોજિત બીજોત્સવ ની રથયાત્રા ના દર્શન સત્કાર કરતા ભાવિકો બીજોત્સવ ની ભવ્ય ઉજવણી માં અઢારે આલમ ની હાજરી સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો અષાડી બીજ ની રથયાત્રા ના રૂટ ઉપર ઠેર ઠેર સત્કાર દર્શન કરતા મુસ્લિમ ભાવિકો દ્વારા પુષ્પહાર પૂજન અર્ચન દર્શન કર્યા રથયાત્રા ના રૂટ ઉપર પોલીસ પરિવાર ની સતત ખડે પગે સેવા બંધોબસ્ત ધર્મ ઉલ્લાસ સાથે ભવ્ય બીજોત્સવ ઉજવાયો હતો
ધોરાજી: જામકંડોરણા શહેર ખાતે અષાઢીબીજના પાવન પર્વ નિમિતે સનાતન ગ્રુપ આયોજીત રથયાત્રાને પ્રસ્થાન કરાવીને રામદેવજી પ્રભુના દર્શન કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડીયા., આ તો કે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને વિવિધ ક્ષેત્રના આગેવાનો મહિલાઓ સહિતનાઓએ ઉત્સાહભેર શોભાયાત્રામાં ભાગ લીધો હતો ને બપોર બાદ વરસાદ આવતા બીજ નું શુકન સચવાઈ ગયેલ હતું.
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના પરબ ધામ ખાતેના અષાઢી બીજના પાવન ઉત્સવમાં પરિવહન અને યાત્રાધામ વિકાસના રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી અને પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ સહભાગી થયા હતા. આ પ્રસંગે મંત્રીઓએ પરબધામના મહંત કરસનદાસ બાપુ સાથે ભાવસભર મુલાકાત કરી, જનસેવાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મંત્રી અરવિંદભાઈ રૈયાણી અને દેવાભાઈ માલમ સહિત અન્ય મહાનુભાવો એ પણ દેવીદાસ બાપુ અને અને અમર માની સમાધીને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.