૩૬ આશા બહેનોને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા

જામજોધપુર તાલુકા હેલ્થ કચેરી દ્વારા આરોગ્યની શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બેનોને સત્કારવા માટેનો કાર્યક્રમ તા.૧/૧/૨૦૧૯ના રોજ જામજોધપુર ખાતે યોજાઈ ગયો. જેમાં ૩૬ આશા બેનોને શ્રેષ્ઠ કામગીરી કરવા માટે સન્માનપત્રો અપાયા હતા. રાજય સરકાર દ્વારા ધુનડા, સમાણા, શેઠવડાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાજય સરકારનો કાયાકલ્પ એવોર્ડ અપાયો હતો.

IMG 20190103 WA0004

આ આશા સંમેલનમાં મહેમાનોનું શબ્દપુષ્પોથી તાલુકા હેલ્થ કચેરીના સુપરવાઈઝર ડી.બી.અપારનાથીએ કર્યું હતું. આશા સંમેલનમાં આશાની ભૂમિકા અને તેના દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.જે.આર.પટેલે માહિતી આપી હતી. આશા સંમેલનનું ઉદઘાટન જિલ્લા પંચાયત જામનગર આરોગ્ય સમિતિના ચેરમેન રેખાબેન ગજેરા, નગરપાલિકાના પ્રમુખ સોનલબેન જાવીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ધાનાભાઈ બેરાએ કર્યું હતું. આ સંમેલનમાં જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ વી.પી.જાડેજા, મોદીભાઈ, જોષીભાઈ, જયાબેન રાઠોડ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક મનોજભાઈ સીડીપીઓ હાજર રહ્યા હતા. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ સંમેલનને સફળતા મળે તે માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે રેખાબેન ગજેરા અધ્યક્ષ-આરોગ્ય સમિતિએ આશાબેનને શુભેચ્છા પાઠવી હતી. બેટી બચાવો, બેટી પઠાવો આશા બેનો દ્વારા નાટક રજુ કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આશાબેનો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પી.એ.ગોસાઈ, ઉમંગ ઉડવિયા, પ્રવિણ ચાવડા, હાર્દિકભાઈ, સતિષ મોડ, આર.જી.ગોહિલ, નાથાભાઈ ગરસર, કાંતાબેન કણસાગરા, અનસુયાબેન ગોજીયાએ જહેમત ઉઠાવી હતી. જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ તરફથી શ્રેષ્ઠ આશા તરીકે કામગીરી કરનાર ઝરીનાબેન, વાંસજીલિયાનું રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું હતું. આ સંમેલનમાં તાલુકાના પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઈઝર, આરોગ્ય સ્ટાફ, આશાબેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝર ડી.બી.અપારનાથીએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.