ચૂંટણી પૂર્ણ થતા જ હવે નવા પ્રમુખ માટે નામોની ચર્ચા થવા લાગી
જસદણ માર્કેટ યાર્ડની બહું ગાજેલી ચૂંટણી ગઈકાલે શુક્રવારે પૂર્ણ ઈ જો કે આ ચૂંટણીને સહકારી ક્ષેત્રની ગણવામાં આવે છે પરંતુ ભાજપ કોંગ્રેસના નેતાઓએ અગાઉ ખેડૂત વિભાગની આઠ બેઠકને બિનહરીફ કરી નાખી હતી. વેપારી વિભાગની યોજાયેલી ચૂંટણીનાં ચાર સભ્યો પણ ચૂંટાઈ આવ્યા છે. ત્યારે આ રસકસી ભરપુર પ્રમુખપદના ઉમેદવાર કોણ ? અને આ સુવિધા સજ્જ યાર્ડમાં કોણ રાજ કરશે ? તેવી ચર્ચા વચ્ચે આ માર્કેટ યાર્ડ અંગે જાણવું પણ અત્રે રસપ્રદ છે.
સરકારી સહકારી કામોમાં લોટ પાણી લાકડા અને ભ્રસ્ટાચારના પોપડા ખર્યા જેવી, હેડલાઈન આવે છે પરંતુ જસદણ યાર્ડની વાત જરા હટકે છે. ોડા વર્ષો પહેલા પ્રમુખ પોપટભાઈ રાજપરા શાસનકાળમાં બનાવેલ આ યાર્ડ આજે ખેડૂતો,વેપારી માટે તમામ સુવિધાી સજ્જ છે. ૩૦ વિઘા જમીનમાં ફેલાયેલ આ યાર્ડની ઉઠીને આંખે વળગે તેવી બાબત એ છે કે યાર્ડની ડીઝાઈનની ખેવના હોય છે. પરંતુ તેના બાંધકામની મજબુતાઈમાં સહેજ પણ કચાસ રાખવામાં આવી ની. એટલે મજબૂત યું છે કે ઘણા વર્ષો પછી યાર્ડ અને નીચેના રસ્તાઓમાં એક કાંકરી ખરી ની. તેનો તમામ જશ તે સમયના પ્રમુખ પોપટભાઈ રાજપરાને જાય છે.ત્યારે આ યાર્ડની ખુરશી પણ કોણ બિરાજમાન શે તે તરફ અનેક અટકળો ઈ રહી છે.