સગીરા દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી , જ્યારે અન્ય બે દોષિતો શિલ્પી અને શરતચંદ્રને 20-20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. સજાની જાહેરાત થતાં જ આસારામ કોર્ટરૂમમાં જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો હતો. બુધવારે સવારે આસારામ સહિત બેને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ પર સગીર શિષ્યા પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. જેના માટે આસારામ સાડા ચાર વર્ષથી જેલમાં બંધ છે. ફેંસલા અને સજા વિરૂદ્ધ આસારામ રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. ઈન્દિરા ગાંધીના હત્યારા, આતંકી અજમલ આમિર કસાબ અને ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ પછી દેશનો આ ચોથો એવો મોટો કેસ છે જેમાં જેલમાં કોર્ટ લગાવવામાં આવી હતી અને ફેંસલો સંભળાવ્યો હતો. પોક્સો એક્ટ અંતર્ગત પણ આ પહેલો મોટો મામલો છે.
પીડિતાના પિતાએ વ્યક્ત કરી ખુશી
આસારામને દોષિત જાહેર કરતાં પીડિતાના પિતાએ ન્યાય મળ્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી, તો આસારામની પ્રવકતાએ આ અંગે લીગલ ટીમ સાથે ચર્ચા કરી આગળ શું કરવું તે નક્કી કરવાની વાત ઉચ્ચારી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com