નિવૃત્ત ન્યાયધીશ ડી.કે. ત્રિવેદીના તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કર્યા: ૬ વર્ષ બાદ આપી ક્લિનચીટ
દિપેશ અભિષેક હત્યાકાંડમાં આરોપી આસારામ તેમજ તેના પુત્ર નારાયણ સાઈ ને કલીન ચીટ મળી ગઈ છે. વિધાનસભામાં જસ્ટિસ ત્રિવેદી આયોગની રિપોર્ટમાં બાળકોનું મોત ડુબવાથી થયું હોવાનું જણાવાયું છે. તેના માટે આસારામ પ્રબધનને આડેહાથે પણ લીધુ છે.
સમગ્ર ઘટના એવી છે કે આસારામ આશ્રમમાં ભાણતા દીપેશ અભિષેક વાઘેલા ૩ જુલાઈ ૨૦૦૮ના રોજ આશ્રમથી ગુમ થઈ ગયા હતા ૫ જુલાઈએ તેમના ક્ષત-વિક્ષત શબ સાબરમતી નદીના પટમાં પડેલા મળી આવ્યા હતા તેમના પિતા શાંતિ વાઘેલા તેમજ પ્રફુલ વાઘેલાએ આસારામ તથા નારાયણ પર આશ્રમમાં તાંત્રિક વિધિ કરવાનો આરોપ લગાવતા બાળકોની હત્યાનો આરોપ લગાવ્યો હતો. સી.આઈ.ડી. ક્રાઈમને આ મામલે તપાસ સોંપાઈ હતી. વાઘેલા બંધુઓએ આ મામલે તપાસ સીબીઆઈને સોંપવા માંગ કરી હતી જોકે તેમની માંગને ગુજરાત સરકારે ઠુકરાવી દીધી હતી.
બાળકોના મોત બાદ અમદાવાદના રાણીપથી લઈ સાબરમતી આસારામ આશ્રમ સુધી જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા તથા પીડિત પરિવાર અનશન પર બેઠો હતો. નિષ્પક્ષ તપાસનો ભરોસો અપાવી ગુજરાત સરકારે ઉપવાસ છોડાવ્યા હતા. ત્યારબાદ સરકારે તપાસ માટે સેવાનિવૃત્તિ ન્યાયાધીશ ડી.કે. ત્રિવેદી આયોગનું ગઠન કર્યું આયોગે તપાસ કરી વર્ષ ૨૦૧૩માં સરકારને ૧૭૯ પાનાનો રિપોર્ટ સોંપી દીધો જેને સરકારે વિધાનસભામાં રજૂ કર્યો.
મહત્વનું છે કે અગિયાર વર્ષ બાદ આવેલા આ રિપોર્ટમાં બાળકોના મોત ડૂબવાથી થયા હોવાનું જણાવાયું છે તથા બાળકો પર તંત્રવિધિ કે આશ્રમમાં તાંત્રિકક્રિયાઓના કોઈ પૂરાવા મળ્યા નથી. આયોગે સ્પષ્ટ જણાવ્યું છે કે બાળકોના શરીરમાંથી અંગ ગાયબ હોવાના પણ કોઈ પૂરાવા મળ્યા નથી જોકે બાળકોનાં પિતાનો આરોપ છે કે સીઆઈડીની તપાસ જ ખોટી છે. પોસ્ટમોર્ટમની વિડિયોગ્રાફી કરાઈ જ નથી. અભિષેકના શરીર પર ગરમ સળિયાના દાગના નિશાન હતા. તેમનો એવો પણ આરોપ છે કે આશ્રમથી બાળકો નદીમાં કેવી રીતે ગયા બાળકોના મોત ડુબવાથી થયા તો તેમના ટીશર્ટ ખૂલીને બહાર કેવી રીતે આવી ગયા જોકે આ મામલે જોડાયેલા ઘણા સવાલ હજી પણ વણ ઉકેલ્યા છે.