જામીન અરજી પર ચુકાદાની તારીખ ૪ જાન્યુઆરી ૨૦૧૮ મુકરર કરવામાં આવી છે
આશારામ ફરી એક વખત સુપ્રીમ કોર્ટના દ્વારે પહોચ્યા છે!!! જામીન અરજીની વહેલી સુનાવણી માટે આશારામનો આશા છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે રેપ કેસમાં આશારામ જેલવાસ ભોગવી રહ્યા છે. તેમની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ પડી છે. જેની વ્હેલી તકે સુનાવણી થાય તેવી માંગ આશારામ કરી રહ્યા છે. જસ્ટીસ દેવેન વર્માની બેંચ સામે આશારામના એડવોકેટે દલીલ પેશ કરતાં જણાવ્યું હતું કે અગાઉ સુપ્રીમ કોર્ટે દીવાળી વેકેશન પછી આશારામની જામીન અરજી પર ચુકાદો આપવા તારીખુ મુકરર કરી હતી પરંતે હવે તેમાં વિલંબ થઇ રહ્યો છે. કેમ કે હવે સર્વોચ્ચ ન્યાયલયે આવતા વર્ષની તારીખ ૪ જાન્યુઆરી મુકરર કરી છે. આશારામનો કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકાઇ ગયો છે. બધી લીગલ પ્રોસેસ થઇ ગઇ છે. ત્યારે શકય તેટલો જલ્દી ચુકાદો અપાય. અગાઉ આશારામને જામીન મળ્યા નથી કેમ કે તેમની અરજી એકથી વધુ વાર નકારવામાં આવી છે. કોઇ રોચક નવલકથાના પ્લોટ જેવી આ ઘટનામાં ઘણા વળાંક આવ્યા છે. જેથી સર્વોચ્ચ અદાલત ચૂકાદો આપવામાં ઉતાવળ કરવા માગતું નથી. અત્રે ખાસ નોંધવું રહ્યું કે તારીખ ૩૧-૮-૨૦૧૩ થી આશારામ જોધપુર પોલીસ (રાજસ્થાન)ની કસ્ટડીમાં છે. તેમના પર દુષ્કર્મનો આરોપ છે.