1949માં આજના દિવસે જન્મનારે 3 એપ્રિલ 1984ના રોજ પ્રથમ પગલા માંડીને કીર્તિમાન સ્થાપિત કર્યો હતો
અબતક-અરૂણ દવે,રાજકોટ
અંતરિક્ષમાં જવા વાળો પ્રથમ ભારતીય વિંગ કમાન્ડર રાકેશ શર્માનો જન્મ 13 જાન્યુઆરી 1949માં પંજાબના પટિયાલામાં થયો હતો. તે એક પૂર્વ પરિક્ષણ પાયલટ અને ભારતનો પ્રથમ અંતરિક્ષયાત્રી હતા. જેણે 3 એપ્રિલ 1984માં અંતરિક્ષમાં પ્રથમ ડગલા માંડીને ઇતિહાસ રચીને સમગ્ર વિશ્ર્વમાં ભારતનું નામ રોશન કર્યું હતું. તેઓ વિશ્ર્વના 138માં અંતરિક્ષયાત્રી હતા. જેને અવકાશમાં ડગલા માંડ્યા હતાં.
રાકેશ શર્માએ સોવિયેત સ્પેશ સ્ટેશન ઓર્બિટ ખાતેથી અવકાશી ઉડાન ભરી હતી. જે 7 દિવસ, 21 કલાકને 40 મિનિટ બાદ અવકાશમાં પહોંચી હતી. રાકેશ શર્મા 1966માં એરફોર્સ કેડેર તરીકે એન.ડી.એ. જોઇન કર્યું હતું. માત્ર ચાર વર્ષ બાદ 1970માં તેઓ એરફોર્સમાં પાયલટ નિમણૂંક પામ્યા હતાં. 1984માં ઇસરો અને સોવિયેતના સંયુક્ત કાર્યક્રમના ભાગરૂપે અંતરિક્ષમાં પહોંચનાર પ્રથમ ભારતીય હતાં.
અંતરિક્ષમાં પહોંચ્યા બાદ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પૂછ્યું કે ત્યાં તમને કેવું લાગે છે ત્યારે રાકેશ શર્માએ જણાવ્યું હતું કે “સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા” તેઓ સ્પેસમાં 7 દિવસને 21 કલાક જેટલી પાત્ર કરીને લક્ષ્ય સુધી પહોંચ્યા હતાં.
વિંગ કમાન્ડર રાકેશ શર્મા એપ્રિલ 1984માં અવકાશમાં ભ્રમણકક્ષા કરનાર પ્રથમ ભારતીય બન્યા બાદ તે ભારતની અવકાશ ગાથાનો એક ભાગ બની ગયા હતાં. તેમની સાથે રશિયાના યુરી માલિશેવ અને ગેન્નાડી સ્ટ્રેકલોવ બે અવકાશ યાત્રી સ્પેશ સટલમાં સાથે હતા. આકાશમાંથી દેખાતા ભારતના નજારા વિશે તેમણે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે વાત કરી હતી.
1982ના પ્રારંભે નક્કી કરાયું કે એક ભારતીય સ્પેસશિપ અવકાશમાં જશે ત્યારે રાકેશ શર્માએ આ ખૂબ જ પડકારજનક મિશન માટે સ્વૈચ્છિક સેવા આપી હતી. તેમણે યુ.એસ.માં દુરી ગાગરીન સ્પેસ સેન્ટર ખાતે અવકાશ યાત્રીની તાલિમ મેળવી હતી. સોવિયેત દેશનાં અવકાશ નિષ્ણાંતો પણ રાકેશ શર્માથી ઘણા પ્રભાવિત થયા હતાં.
રાકેશ શર્માએ અવકાશમાંથી ભારતનો ફોટો પાડ્યો હતો
અવકાશ સફરમાં તેઓ સુજીનો હલવો, આલુ છોલે અને વેજ પુલાવ જેવું ફૂડ સાથે લઇ ગયા હતા, જે તેમણે સાથી અવકાશ યાત્રી સાથે શેર કર્યું હતું. તેમણે અવકાશમાંથી આપણાં ભારત દેશનો ફોટો પણ પાડ્યો હતો. અવકાશમાં રહેનાર પ્રથમ ભારતીય હોવા છતાં તેને ‘હિરો ઓફ સોવિયેત યુનિયન’નો એવોર્ડ અપાયો હતો, સાથે અશોક ચક્ર પણ એનાયત કરાયું હતું. ભારત સરકારે પણ વીરતા પુરસ્કારથી નવાજ્યા હતાં.