સાયકલ મારી સરરર ગઈ…હંગામી ધોરણે એટલાસ સાયકલે ઉત્પાદન બંધ કર્યું

ભારત દેશમાં સાયકલનો સામાનાર્થી એટલે કે એટલાસ. એટલાસે શાહીબાબાદમાં તેનાં સાયકલનાં ઉત્પાદન યુનિટને બંધ કરી દીધું છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મુડીનો અભાવ અને તરલતામાં ઘટાડો થતા સાયકલ યુનિટને બંધ કરવાની નોબત આવી છે. કંપનીનાં સીઈઓ દ્વારા જણાવ્યા મુજબ હાલ જે ઉત્પાદનને બંધ કરી દેવામાં આવ્યું છે તે હંગામી ધોરણ પર જ બંધ કરાયું છે. કંપનીને ૫૦ કરોડ રૂપિયાની ખાદ્ય પુરાતા જ સાયકલનું ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. એક તરફ વિશ્ર્વ સાયકલ દિવસ નિમિતે લોકોને સાયકલ ચલાવવા અને સાયકલનો ઉપયોગ કરવા જણાવવામાં આવતું હોય છે પરંતુ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતાની સાથે જ શું સાયકલનું ભવિષ્ય ધુંધળું કે કેમ તે પણ એક પ્રશ્ર્ન ઉદભવિત થયો છે.

એટલાસ કંપનીએ ૩ જુન એટલે કે વિશ્ર્વ સાયકલ દિવસ નિમિતે જ ફેકટરી બંધ કરી દીધેલ છે. સાથો સાથ કંપનીમાં કાર્ય કરતા કર્મચારીઓને તેની બેઝીક સેલેરીનાં ૫૦ ટકા આપવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. દેશમાં એટલાસ સાયકલ ઉત્પાદનનું સૌથી મોટું યુનિટ છે કે જે ૧૯૮૯થી શરૂ થયું હતું. પ્રતિ માસ એટલાસ કંપની ૨ લાખ સાયકલોનું ઉત્પાદન કરતી કંપની હતી ત્યારે કામ કરતા કર્મચારીઓએ પણ જણાવ્યું હતું કે, કંપની બંધ થવાની છે તે અંગેની નોટીસ તેઓને મળેલી નથી જે અત્યંત દુખની વાત કહી શકાય. બુધવારનાં રોજ કંપનીએ તેનાં દરવાજા બહાર નોટીસ લગાડી હતી જેમાં લખવામાં આવેલું હતું કે, કંપની હાલ નાણાકિય અસમંજસનો સામનો કરી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી પરંતુ આવનારા સમયમાં આર્થિક સ્થિતિમાં સુધારો આવતાની સાથે જ યુનિટને ફરી શરૂ કરવામાં આવશે અને સાયકલનું ઉત્પાદન ફરીથી શરૂ કરાશે. છુટા કરવામાં આવેલા કર્મચારીઓએ રજા સિવાયનાં દિવસોમાં હાજરી પુરવી અનિવાર્ય છે જેને લઈ તેઓને તેમનું મહેનતાણું પણ ચુકવવામાં આવશે.

૨૦૧૪નાં વર્ષથી જ કંપનીએ નુકસાની શરૂ કરી હતી અને ડિસેમ્બર-૨૦૧૪માં મલનપુરનો પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો. સીલસીલો ચાલુ રહેતા બીજો પ્લાન્ટ જે હરિયાણાનાં સોનીપતમાં આવેલો છે તે ફેબ્રુઆરી-૨૦૧૮માં બંધ કરી દેવામાં આવ્યો હતો. ૧૯૫૧માં સોનીપત પ્રથમ પ્લાન્ટ જાનકીદાસ કપુર દ્વારા શરૂ કરાયો હતો પરંતુ વિકાસરથ અવિરત વધતાની સાથે જ કંપનીએ આગામી ૧૨ માસમાં ૨૫ એકરમાં ફેકટરી, કોમ્પ્લેક્ષ બનાવ્યું હતું અને ૧૯૮૨નાં એશિયન ગેમ્સમાં સાયકલ સપ્લાયમાં એટલાસ ઓફિશીયલી રીતે જાહેર કરવામાં આવી હતી જે બાદ દેશની સૌથી મોટી સાયકલ ઉત્પાદન કરતી કંપની તરીકે પ્રસ્થાપિત થઈ હતી પરંતુ વર્ષ ૨૦૧૪થી કંપની નુકસાની તરફની દોટ જાણે મુકી હોય તેવું પણ લાગી રહ્યું હતું.

૨૦૧૭માં કંપનીનાં પ્લાન્ટમાં કુલ ૮૦૦ લોકો કામ કરતા હતા પરંતુ કંપનીની સ્થિતિ આર્થિક રીતે નબળી પડતા કર્મચારીઓની સંખયામાં ઘટાડો કરી ૪૩૧ રાખવામાં આવ્યા હતા. કંપનીનાં સીઈઓ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે કંપની પાસે ફરી જમીનો પડેલી છે પરંતુ હાલ યુનિટને શરૂ કરવા માટે ૫૦ કરોડ રૂપિયાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે જેથી જમીન વહેંચી આ રકમને એકત્રિત કરવામાં આવશે અને ફરી સાયકલ ઉત્પાદનને ધમધમતું કરાશે. શાહીબાબાદ યુનિટની વાર્ષિક કેપેસીટી ૪૦ લાખ સાયકલ બનાવવાની છે. પરંતુ કંપની પ્રતિ માસ દોઢ લાખથી બે લાખ સાયકલનું જ ઉત્પાદન કંપની કરી રહી છે. અબતક, નવીદિલ્હી

ભારત દેશમાં સાયકલનો સામાનાર્થી એટલે કે એટલાસ. એટલાસે શાહીબાબાદમાં તેનાં સાયકલનાં ઉત્પાદન યુનિટને બંધ કરી દીધું છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મુડીનો અભાવ અને તરલતામાં ઘટાડો થતા સાયકલ યુનિટને બંધ કરવાની નોબત આવી છે. કંપનીનાં સીઈઓ દ્વારા જણાવ્યા મુજબ હાલ જે ઉત્પાદનને બંધ કરી દેવામાં આવ્યું છે તે હંગામી ધોરણ પર જ બંધ કરાયું છે. કંપનીને ૫૦ કરોડ ‚પિયાની ખાદ્ય પુરાતા જ સાયકલનું ઉત્પાદન ફરી શ‚ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. એક તરફ વિશ્ર્વ સાયકલ દિવસ નિમિતે લોકોને સાયકલ ચલાવવા અને સાયકલનો ઉપયોગ કરવા જણાવવામાં આવતું હોય છે પરંતુ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતાની સાથે જ શું સાયકલનું ભવિષ્ય ધુંધળું કે કેમ તે પણ એક પ્રશ્ર્ન ઉદભવિત થયો છે.

એટલાસ કંપનીએ ૩ જુન એટલે કે વિશ્ર્વ સાયકલ દિવસ નિમિતે જ ફેકટરી બંધ કરી દીધેલ છે. સાથો સાથ કંપનીમાં કાર્ય કરતા કર્મચારીઓને તેની બેઝીક સેલેરીનાં ૫૦ ટકા આપવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. દેશમાં એટલાસ સાયકલ ઉત્પાદનનું સૌથી મોટું યુનિટ છે કે જે ૧૯૮૯થી શ‚ થયું હતું. પ્રતિ માસ એટલાસ કંપની ૨ લાખ સાયકલોનું ઉત્પાદન કરતી કંપની હતી ત્યારે કામ કરતા કર્મચારીઓએ પણ જણાવ્યું હતું કે, કંપની બંધ થવાની છે તે અંગેની નોટીસ તેઓને મળેલી નથી જે અત્યંત દુખની વાત કહી શકાય. બુધવારનાં રોજ કંપનીએ તેનાં દરવાજા બહાર નોટીસ લગાડી હતી જેમાં લખવામાં આવેલું હતું કે, કંપની હાલ નાણાકિય અસમંજસનો સામનો કરી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી પરંતુ આવનારા સમયમાં આર્થિક સ્થિતિમાં સુધારો આવતાની સાથે જ યુનિટને ફરી શ‚ કરવામાં આવશે અને સાયકલનું ઉત્પાદન ફરીથી શરૂ કરાશે. છુટા કરવામાં આવેલા કર્મચારીઓએ રજા સિવાયનાં દિવસોમાં હાજરી પુરવી અનિવાર્ય છે જેને લઈ તેઓને તેમનું મહેનતાણું પણ ચુકવવામાં આવશે.

૨૦૧૪નાં વર્ષથી જ કંપનીએ નુકસાની શરૂ કરી હતી અને ડિસેમ્બર-૨૦૧૪માં મલનપુરનો પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો. સીલસીલો ચાલુ રહેતા બીજો પ્લાન્ટ જે હરિયાણાનાં સોનીપતમાં આવેલો છે તે ફેબ્રુઆરી-૨૦૧૮માં બંધ કરી દેવામાં આવ્યો હતો. ૧૯૫૧માં સોનીપત પ્રથમ પ્લાન્ટ જાનકીદાસ કપુર દ્વારા શરૂ કરાયો હતો પરંતુ વિકાસરથ અવિરત વધતાની સાથે જ કંપનીએ આગામી ૧૨ માસમાં ૨૫ એકરમાં ફેકટરી, કોમ્પ્લેક્ષ બનાવ્યું હતું અને ૧૯૮૨નાં એશિયન ગેમ્સમાં સાયકલ સપ્લાયમાં એટલાસ ઓફિશીયલી રીતે જાહેર કરવામાં આવી હતી જે બાદ દેશની સૌથી મોટી સાયકલ ઉત્પાદન કરતી કંપની તરીકે પ્રસ્થાપિત થઈ હતી પરંતુ વર્ષ ૨૦૧૪થી કંપની નુકસાની તરફની દોટ જાણે મુકી હોય તેવું પણ લાગી રહ્યું હતું.

૨૦૧૭માં કંપનીનાં પ્લાન્ટમાં કુલ ૮૦૦ લોકો કામ કરતા હતા પરંતુ કંપનીની સ્થિતિ આર્થિક રીતે નબળી પડતા કર્મચારીઓની સંખયામાં ઘટાડો કરી ૪૩૧ રાખવામાં આવ્યા હતા. કંપનીનાં સીઈઓ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે કંપની પાસે ફરી જમીનો પડેલી છે પરંતુ હાલ યુનિટને શરૂ કરવા માટે ૫૦ કરોડ રૂપિયાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે જેથી જમીન વહેંચી આ રકમને એકત્રિત કરવામાં આવશે અને ફરી સાયકલ ઉત્પાદનને ધમધમતું કરાશે. શાહીબાબાદ યુનિટની વાર્ષિક કેપેસીટી ૪૦ લાખ સાયકલ બનાવવાની છે. પરંતુ કંપની પ્રતિ માસ દોઢ લાખથી બે લાખ સાયકલનું જ ઉત્પાદન કંપની કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.