ચંદ્ર અને કેતુ સાથે છે જે કલ્પનાશક્તિને ગૂઢ બનાવે છે
અગાઉ લખ્યા મુજબ મંગળ જયારે મિથુનમાં આવે છે ત્યારે વાટાઘાટોથી રાજદ્વારી સબંધો સુધરે છે અને એ અન્વયે વિશ્વના રાજકારણ પણ નજર કરીએ તો ચીનની મધ્યસ્થીથી ઈરાન અને સાઉદી વચ્ચે ફરી સબંધો સ્થપાયા છે તો ભારતને અમેરિકાના રાજદૂત મળ્યા છે અને હજુ આગામી દિવસોમાં વિશ્વમાં આ પ્રકારે સમાધાનનો દોર થતો જોવા મળશે અને નવી ધરી રચાતી પણ જોવા મળશે બીજી તરફ અત્રે લખ્યા મુજબ સતીશ કૌશિકના નિધન પર અનેક પ્રશ્નો ખડા થઇ રહ્યા છે અને અનેક રહસ્યો આગામી દિવસોમાં બહાર આવશે. ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરશે મીન એ દ્વિસ્વભાવ રાશિ છે અને સૂર્ય જયારે મીનમાં પ્રવેશ કરે ત્યારે રાજા કે રાજા સમાન વ્યક્તિ કે સરકારના મહત્વના વ્યક્તિઓ વિદેશ યાત્રા કરતા જોવા મળે એટલેકે આ સમયમાં સરકારના મુખ્ય વ્યક્તિઓ વિદેશયાત્રા કરે અને કૈક નવા પ્રોજેક્ટ પર કામ કરતા જોવા મળે. ગોચર ગ્રહોની વિશેષ વાત કરીએ તો ચંદ્ર મહારાજ કેતુ સાથે છે જે કલ્પનાશક્તિને ગૂઢ બનાવે છે અને એક રહસ્યમય વાતાવરણ ખડું કરે છે તો બીજી તરફ શુક્ર અને રાહુ સાથે આવી રહ્યા છે જે ઘણા સ્કેન્ડલ બહાર લાવનાર બને છે અને અગાઉ લખ્યા મુજબ ડ્રગ્સના મોટા કન્સાઇન્મેન્ટ પકડાઈ રહ્યા છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨