ચીનના ઝીંજીયાંગથી આયાત કરાતા કાપડ પર અમેરિકાએ પ્રતિબંધ મુકતા ભારતના કાપડ ઉદ્યોગને ફાયદો મળશે
ચીનથી કાપડની આયાત કરતા અમેરિકાએ પ્રતિબંધ લાદી દેતા ભારત માટે કાપડની નિકાસ માટે સોનેરી તક મળે તેમ છે. ચીનના ઝીંજીયાંગથી કાપડ મગાવવાનું અમેરિકાએ બંધ કરતા ભારતના કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે તેમ માનવામાં આવી રહ્યું છે. ભારતીય ટેકસાઇલ ઉદ્યોગને અમેરિકાનું મોટુ બજાર માકેર્ટીગ માટે મળી રહેશે અને કાપડની અમેરિકામાં મોટા પ્રમાણમાં નિકાસ કરી શકાય તેવી તક મળી છે.
ગત ત.૧૪ સપ્ટેમ્બરના રોજ યુએસએના આ ક્ષેત્રમાં ગેરકાયદે અને અમાનવીય દબાણકારી મજુરી અંગેની ચિંતાઓને ટાંકીને ચીનના ઝીંજીઆંગ સ્વાયત ક્ષેત્રમાંથી ઉત્પાદનનોની આયાત પર પ્રતિબંધ લાદી દીધો છે. ચીનના આ પ્રદેશમાંથી ઉત્પાદન થતા કાપડ ઉદ્યોગને મોટુ નુકસાન થશે તેમ માનવામાં આવી રહ્યું છે. જેનો ભારતના કાપડના નિકાસકારોને સિધો ફાયદો મળે તેમ છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધથી વિશ્ર્વ સ્તરે કાપડ માકેર્ટમાં મોટી અસર થાય તેમ માનવામાં આવી રહ્યું છે.
જ્યારે તત્કાલિન અસરથી માકેર્ટની દ્રષ્ટિએ ઓળખાતી કંપનીઓ દ્વારા આપવામાં આવતી તેનો આંક યોગ્ય નથી તેમ છતાં વૈશ્વિક કાપડના વેપારના વિકાસને મોટી અસર પડી શકે તેમ છે. ચીનની અગ્રણી વસ્ત્રોની નિકાસકાર હોવાના કારણે વૈશ્વિક વેપારમાં ૩૫ ટકાથી વધુ હિસ્સો રહ્યો છે. ચીનમાં કપાસના ચોથા ભાગનો હિસ્સો ઝિજીઆંગ ક્ષેત્રમાં ઉત્પાદન થાય છે. ચાઇનામાં વિશાળ પાયા પર પ્રતિબંધ કોઇ પણ વિસ્તરણથી કે સામગ્રીને ઉતેજીત કરી શકે છે. આવતા વર્ષોમાં વૈશ્વિક વસ્ત્રોના વેપારમાં ફેર બદલ આવે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
ચીનથી કોરોના વાયરસની ઉત્પતી અંગેની ચિન્તાઓ વચ્ચે ઘણા આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ મોઢુ ફેરવી લીધું છે. જેનો ભારતને સીધો ફાયદો મળે તેમ છે. ભારતના કાપડના નિકાસકારો અને આંતર રાર્ષ્ટય ખરીદદારો સક્રીય બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિયેટનામ અને બાંગ્લાદેશ ચીનથી દુર થવા માટે મુખ્ય ફાયદાકારક બન્યા છે. સુતરાઉ આધારિત કાપડની મજબુતી અંગે ભારતને તક મળી શકે તેમ છે. હાલની પરિસ્થિતી ઘણી પડકારજનક છે. પરંતુ હાલની સિસ્ટમ કાચા માલના ઉત્પાદન માટે પુરતી નથી તેમ પણ જણાવ્યું છે. આ ઉપરાંત ઝિજીઆંગ પ્રદેશમાં કપાસના ઉત્પાદનમાં બીજાક્ષેત્રમાં યાંગ અથવા ફેબ્રીક સમાપ્ત થઇ શકે છે. આથી ઉત્પાદન માટે પ્રકિયા હાથ ધરવામાં આવી છે. યુએસ અને ચીન વચ્ચેના વેપાર યુધ્ધ દરમિયાન કેટલાક વર્ષોથી જોવા મળ્યા છે.