ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલના નામની ગઈકાલે હાઈ કમાન્ડ દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ આજે બપોરે ૧૨ કલાક અને ૩૯ મિનિટના શુભ વિજય મુર્હુતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સી.આર.પાટીલે વિધિવત રીતે પ્રદેશ ભાજપ પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો હતો.
આ તકે તેઓએ જણાવ્યું હતું કે, પહેલા હું નીચે બેસતો હતો પરંતુ આજે મને સીધો ઉપર બેસાડી દીધો છે. આવું માત્ર ભાજપમાં જ શકય છે. મારી પાસે સંગઠનનો અનુભવ ભલે ઓછો રહ્યો પરંતુ પક્ષને મજબૂત કરવા માટે હું હંમેશા પ્રામાણીકતાથી સતત પ્રયાસ કરતો રહીશ. વિધાનસભાની ૮ બેઠકો માટે આગામી દિવસોમાં યોજાનારી પેટા ચૂંટણીમાં પણ તમામ બેઠકો પર તોતીંગ લીડ સાથે કમળ ખીલશે તેવો વિશ્વાસપણ પાટીલે વ્યકત કર્યો હતો.