- ખેડુતોને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ખેતી બંધ કરવાનુ વિચારી રહ્યા
- સરકાર શાકભાજીના ભાવ અંગે વિચારણા કરે તેવી ખેડૂતોની માંગ
સાબરકાંઠા: શાકભાજીના ભાવ તળીયે બેસી જતા ખેડુતો ની હાલત કફોડી બની છે. અહી સૌથી વધુ શાકભાજીનુ વાવેતર થાય છે. અહિનું શાકભાજી અન્ય રાજ્ય સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ હાલ મંદીના માહોલ વચ્ચે ખેડુતોને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ખેતી બંધ કરવાનુ વિચારી રહ્યા છે. છેલ્લા ચાર મહિનાથી ટામેટા, ફુલાવર કે કોબીજ સહિત તમામના ભાવ અચાનક તળીયે બેસી ગયા છે. ત્યારે સરકાર શાકભાજીના ભાવ અંગે વિચારણા કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
સાબરકાંઠા જીલ્લા માં સૌથી વધુ શાકભાજી ના પાક નુ વાવેતર થાય છે અને એમાય ફુલાવર, કોબીજ, ટામેટા સહિત અન્ય શાકભાજી નુ વધુ વાવેતર થતુ હોય છે ત્યારે હાલમાં શાકભાજી ના પાક માં મંદી જોવા મળતા ખેડુતો ને લાવવા લઈ જવાનો ખર્ચ પણ નિકળી શકતો નથી. આમ તો મોંઘાદાટ બીયારણ, દવાઓ, મજુરી ખર્ચ અને લાવવા લઈ જવાનો ખર્ચ પણ વધુ હોય છે. એક તો વીણામણનો ખર્ચ સહિત જભલાનો ખર્ચ સહિત પેટ્રોલ ડિઝલ અથવા ખેડુતો સાધન ભારે કરીને આવે તેનો ખર્ચ એમ મળી ને ખેડુતો શાકભાજી ના હોલસેલ માર્કેટમાં લઈને આવે અને અહિ ફુલાવર, કોબીજ ભાવ તળીયે એટલે કે કિલો દીઠ ૫૦ પૈસાથી થી ૩ રૂપિયા થઈ જતા ખેડુતો ની હાલત કફોડી થઈ છે.
છેલ્લા ચાર મહિનાથી ટામેટા, ફુલાવર કે કોબીજ હોય તમામના ભાવ અચાનક તળીયે બેસી ગયા છે તો ઉત્પાદન વધી જતા ભાવની પરિસ્થિતિ સર્જાઈ છે… આમ તો શાકભાજી જીવન જરૂરિયાત ની વસ્તુ છે અને જેના કારણે ખેડુતો શાકભાજી નુ વાવેતર કરી રહ્યા છે પરંતુ શાકભાજી ની વાત કરીએ તો હાલ ૫૦ પૈસાથી લઈને ૨ રૂપિયા ફુલાવર, કોબીજ અને ટામેટા ના મળી રહ્યા છે જેના કારણે હાલ તો ખેડુતોને પોષાય તેમ નથી… ફુલાવર પાછળ એક વીધા દીઠ ૩૦ થી ૩૫ હજાર ખર્ચ થાય છે આ ઉપરાંત મજુરી લાવવા લઈ જવાનો ખર્ચ અલગ… તો ટામેટામાં તો માંડવો તૈયાર કરવો, દવા બીયારણ સહિત મજુરી ખર્ચ થાય છે. હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડ માં પણ શાકભાજી નો ભરાવો થઈ ગયો છે. ખેડુતો ની માંગ ઉઠી છે કે સરકાર ભાવ મામલે કંઈ કરે તો ખેડુતો ને ફાયદો થઈ શકે તેમ છે.
એક તો ઉત્પાદનનો વધારો થયો છે જેના કારણે શાકભાજી ના ભાવ તળીયે બેસી જતા ખેડુતો ની હાલત કફોડી બની છે ત્યારે સરકાર શાકભાજી ના ભાવ અંગે કંઈ વિચારે તેવુ હાલ તો ખેડુતો ની માંગ ઉઠી છે.
અહેવાલ: સંજય દીક્ષીત