વૈશાખ સુદ આઠમને શુક્રવાર તા. ર8-4 ના દિવસે ગુરુ ગ્રહનો ઉદય થશે અને લગ્ન જનોઇ વાસ્તુ જેવા શુભ કાર્યોની શરુઆત થશે.
સામાન્ય રીતે 14 એપ્રિલથી સૂર્ય મીન રાશીમાંથી મેષ રાશીમાં જતાં મીનાર્ક કમુહમર્તા પુરા થાય છે. અને લગ્નના તથા જનોઇ, વાસ્તુના મુહુર્તોની શરુઆત થઇ જાય છે. પરંતુ આ વર્ષે ગુરુ ગ્રહનો અસ્ત હોતા લગ્નના મુહુર્તની શરુઆત રજી મેથી થશે.
આ વર્ષે મે મહિનામાં સૌથી વધારે લગ્નના મુહુર્તો છે.લગ્નના મર્હુતોની વિગત મે મહિનામાં 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 15, 16, 21, 22, 29, 30, 31
જુન મહિનામાં 3, 6, 7, 8, 11, 12, 13, 23, 26, 27, 28 થને 29-6-2023 થી ચાતુર્માસનો પ્રારંભ થશે જે ર3-11-23 સુધી રહેશે. દિવાળી પછી હિન્દુ નવા વર્ષમાં નવેમ્બર મહિનામાં તા. 27, 28, 29 ડિસેમ્બર મહિનામાં 6, 7, 8, 14, 15 આ વર્ષમાં મે મહિનામાં સૌથી વધારે લગ્નના મુહુર્તો છે.
થોડા વર્ષોથી ઉનાળામાં વધારે ગર્મી પડતી હોવાથી લોકો રાત્રીના વધારે લગ્નો રાખે છે અને વાડી કરતા પાર્ટી પ્લોટનું ચલણ વધારે છે.