સમય સાથે તાલમેલ મેળવતા મધ્યમ વર્ગના લોકો:જીવનશૈલિમા આવ્યો ધરખમ બદલાવ
અત્યાર સુધી શ્રીમંત પરિવારો મોંઘી દાટ વસ્તુઓની ખરીદી કરતા હતા અને જીવન પણ એ મુજબ જ જીવતા હતા પરંતુ સમય સાથે હવે મધ્યમ વર્ગના લોકોએ તેમની માનસિક સ્થિતિમાં બદલાવ કર્યો છે અને સમય સાથે તાલમેલ પણ મેળવી રહ્યા છે પરિણામ સ્વરૂપે તેમના જીવનશૈલીમાં બદલાવ આવતા જ તેમની ખરીદ શક્તિ પણ દિનપ્રતિદિન વધી રહી છે અને તેઓ હવે મોંઘીદાટ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા થયા છે. આ બદલાવ દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ આશીર્વાદરૂપ નીવડશે.
ભારતમાં રહેતા મધ્યમ વર્ગના લોકો હવે મોંઘી દાટ ગાડીઓની સાથો સાથ રીયલ એસ્ટેટ ક્ષેત્રે એટલું જ નહીં હરવા ફરવાની સાથો સાથ ઘર માં બદલાવ પણ કરી રહ્યા છે જે અર્થવ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે. અત્યાર સુધી આ વર્ગના લોકો કોઈપણ ચીજ વસ્તુનો ઉપયોગ કરવા માટે કોઈપણ વસ્તુ ચલાવી લેતા હતા પરંતુ હવે તેઓ પોતાના સ્વના રક્ષણ માટે અને સ્વસ્થ રહેવા માટે સારી એવી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા થયા છે. અને આવનારા દિવસોમાં પણ આ ટ્રેન યથાવત જોવા મળશે તેવું હાલ સામે આવી રહ્યું છે.
મધ્યમ વર્ગના લોકો માટે હવે મોંઘી દાંત ગાડીઓ ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે ખરા અર્થમાં ટેકનોલોજીથી ભરપૂર હોય કારણ કે કોરોના કાર્ડ બાદ લોકોને એ વાતનો ખ્યાલ આવ્યો કે પોતાની જાતને સુરક્ષિત રાખવી ખૂબ જરૂરી છે જેના માટે જીવનશૈલીમાં બદલાવ કરવો આવશ્યક છે. કોને ખરીદ શક્તિમાં વધારો થાય તે માટે હવે સરકાર પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વધુ નાણાં ખર્ચી રહ્યા છે અને પરિણામ સ્વરૂપે ખાનગી રોકાણકારોનું પ્રમાણ પણ વધ્યું છે જે રોજગારી ઉત્સર્જન માટે કાર્ય કરે છે. હાલ મધ્યમ વર્ગના લોકો વધુ ને વધુ પોતાના જીવન શૈલીને બદલાવો કરવા માટે પોતાની મનોસ્થિતિ પણ બદલી રહ્યા છે.