પૈસા પડવા વેપારીના ઘરે હુમલો કરનાર 6 શખ્સો સામે નોંધાતો ગુનો
રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેમ ફરી મારામારીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેરમાં રણછોડનગરમાં રહેતા વેપારીને ત્યાં સુરેન્દ્રનગરના સાત શખ્સોએ કાવતરું ઘડી ફ્લેટમાં અને પાર્કિંગમાં તોડફોડ કરી આતંક મચાવતા બી ડીવીઝન પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધયો છે.વેપારીએ સુરેન્દ્રનગરનાં શખ્સ સાથે જમીનનો સોદો કર્યો હતો પણ તે કેન્સલ કરી નાખતા તેને હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રણછોડનગરમાં સદગુરુ જ્યોત કોમ્પ્લેક્ષમાં રહેતા અને ચાંદીકામનું કારખાનું ધરાવતા રાજેશભાઈ દિનેશભાંઈ લીંબાસીયા (ઉ.36) નામના વેપારીએ બી ડીવીઝન પોલીસ મથકમાં સુરેન્દ્રનગર જીલ્લાના જાનીવડલા ગામના રવુભા બહાદુરભાઈ ધાંધલ અને છ અજાણ્યા શખસો સામે તોડફોડ, રાયોટીંગ, કાવતરા સહિતની કલમો હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2019માં પોતાની નવાગામ પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાછળ આવેલ 4780 વાર જગ્યાનો સોદો રવુભાના પાર્ટનર વાસુરભાઈ સાથે નક્કી કર્યો હતો પરંતુ કોઈ કારણોસર જમીનનો સોદો ચાર મહિના પછી રદ થઇ ગયો હતો જો કે આ સોદામાં કોઈપણ પ્રકારની પૈસાની લેતી દેતી થઇ ન હતી.
આ સોદો રદ થયા બાદ રવુભા ફરિયાદીને ફોન કરીને ધમકી આપતા હતા અને આજે તેની સાથે છ અજાણ્યા શખસોને સ્વીફ્ટ અને એન્ડેવર ગાડીમાં લઈને આવ્યા હતા અને તમામ આરોપીઓ ધોકા પાઈપ સાથે કોમ્પ્લેક્ષમાં ધસી આવ્યા હતા અને ફરિયાદીની ફ્લેટની લોબીમાં તેમજ આજુબાજુના ફ્લેટમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું તેમજ ગ્રાઉન્ડ ફ્લોતમાં પડેલી પ્લાસ્ટીકની ખુરશીઓ તોડી નાખી આતંક મચાવ્યો હતો અને નાશી ગયા હતા બનાવ અંગે કંટ્રોલમાં જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.