મઘ્ય ઝોનનો હવાલો સિમાબેન મોહિલેને સોંપાયો રાજકોટ સહિત 10 જિલ્લાના પ્રભારી પણ નિમાયા
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા મંગળવારે રાજયના 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રભારીઓની નિમણુંક કરાયા બાદ ગઇકાલે મહિલા મોરચાના પ્રભારીઓ જાહેર કરવામાં આવ્યા છે. મહિલા મોરચાના પ્રદેશ અઘ્યક્ષ ડો. દીપીકાબેન સરડવા દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે ડો. ઉર્વશીબેન પંડયા જયારે મઘ્ય ગુજરાત ઝોનના ઇન્ચાર્જ તરીકે સિમાબેન મોહિલેની વરણી કરવામાં આવી છે.
આ ઉપરાંત અલગ અલગ 10 જિલ્લા-શહેરના પ્રભારી પણ નિમવામાં આવ્યા છે. જેમાં ખેડા જિલ્લાના પ્રભારી તરીકે અરૂણાબેન ચૌધરી, રાજકોટ શહેર અને જિલ્લાના પ્રભારી તરીકે ડો. ઉર્વશીબેન પંડયા, અમદાવાદ જિલ્લાના પ્રભારી તરીકે અર્ચનાબેન ઠાકર, વડોદરા જીલ્લાના પ્રભારી તરીકે હંસાકુંવરબા રાજ, દાહોદ જિલ્લાના પ્રભારી તરીકે કેતુબેન દેસાઇ, આણંદ જિલ્લાના પ્રભારી તરીકે હિનાબેન પટેલ, ગાંધીનગર શહેરના પ્રભારી તરીકે મીનાક્ષીબેન પટેલ, પાટણ જિલ્લાના પ્રભારી તરીકે હિરલબેન દેસાઇ, કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે છાયાબેન ગઢવી, જયારે ભરુચ જીલ્લાના ભાજપ મહિલા મોચરાના પ્રભારી તરીકે દમયંતિબેન કાપડીની વરણી કરાય છે.