તહેવારો નજીક આવતા સુરત મનપા તંત્રએ પોતાનો એક્શન મોડ ઓન કર્યો છે. રક્ષાબંધન અને આવનાર તહેવારને લઈ સુરત મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ સજ્જ થઈ ગયું છે અને સુરત શહેરમાં 13 ટિમો બનાવી વિવિધ ઝોન માં મીઠાઈ ની દુકાન માંથી માવાના સેમ્પલ એકત્રિત કર્યા હતા.
સુરત મહાનગર પાલિકા ના આરોગ્ય વિભાગે સુરત ના અલગ અલગ ઝોનમાં મીઠાઈની દુકાનો પર ચેકીંગ હાથ ધર્યું હતું.આવનાર તહેવાર નિમિતે મીઠાઈની વહેંચણી થશે જે પહેલાજ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મીઠાઈ બનાવવા માં વપરાતા માવા ના સેમ્પલ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું..મહત્વનું છે કે મીઠાઈ માં વાપરવામાં આવતો માવો એટલો નુનો છે શું તે મીઠાઈ બનાવી ને ખાવા લાયક છેકે કેમ તે તમામ બાબત ની તાપસ હાથ ધરી સેમ્પલ એકઠા કરવામાં આવ્યા હતા.
સુરત ના 13 ઝોન માં ચેકીંગ કરી સેમ્પલ એકઠા કરવામાં આવ્યા હતા અને સેમ્પલ ને લેબ માં મોકલી તેની લેબોરેટરી કરવામાં આવશે અને તેમાં જો કોઈ કસૂરવાર નીકળશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે