ગુજરાત રાજ્ય પોલીસ મહાનિરીક્ષક બ્રીજેશકુમાર ઝા દ્વારા રાજ્યભરમાં ૧૮૩ પીએસઆઇની બદલી કરવામાં આવી છે જેમાં મોરબીમાંથી ૧૧ પીએસઆઇને અન્ય જિલ્લામાં બદલી કરીને અન્ય જિલ્લામાંથી નવ જેટલા પીએસઆઈની નિમણુંક કરવામા આવી છે.

મોરબી જિલ્લાના ટંકારા પીએસઆઈ બી ડી પરમાર ને રાજકોટ ગ્રામ્ય, ટ્રાફિક શાખાના પીએસઆઈ બી વી ઝાલાને રાજકોટ શહેર, એ વી ગોંડલિયાને રાજકોટ શહેર, હળવદ પીએસઆઈ વી આર શુક્લાને દેવભૂમિ દ્વારકા, વાકાનેર તાલુકા પીએસઆઈ આર એ જાડેજાને રાજકોટ ગ્રામ્ય, મહિલા પીએસઆઇ એન એ શુક્લાને જૂનાગઢ, મહિલા પીએસઆઇ પી સી મોલિયાને કચ્છ પૂર્વ ગાંધીધામ મોરબી તાલુકાના મહિલા પીએસઆઈ ડી વી ડાંગરને ભાવનગર, મહિલા પીએસઆઇ રાધિકા રામાનુજને કચ્છ પૂર્વ ગાંધીધામ, બી ડિવિઝન મહિલા પીએસઆઈ એલ.એન.વાઢીયાને કચ્છ પૂર્વ ગાંધીધામ, હળવદ પીએસઆઈ આર બી ટાપરીયાને કચ્છ પશ્ચિમ ભુજ ખાતે બદલી કરી તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે.જ્યારે અન્ય નવ પીએસઆઈ ને મોરબી જીલ્લામાં નિમણુક કરવામાં આવી છે.

જેમાં ગીર સોમનાથ જીલ્લામાં મુખ્ય શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ કરણસિંહ જોરસંગભાઈ ચૌહાણ અને વિરેન્દ્રસિંહ રાજાભાઈ સોનારા, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા સોનારા પુષ્પાબેન રમેશભાઈ, અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા સંદીપ ઈશ્વરભાઈ પટેલ, ભાવનગર જીલ્લામાં ફરજ બજાવતા ગોહિલ જયવંતસિંહ ચંદુભા, જૂનાગઢ ફરજ બજાવતા સામતભાઈ નાગજીભાઈ સાગરકા, રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવતા ચાર્મી મિલન કરકર, કચ્છ પૂર્વ ગાંધીધામ ફરજ બજાવતા કિરીટસિંહ નટવરસિંહ જેઠવાની  તેમજ કચ્છ પશ્ચિમ ભુજમાં ફરજ બજાવતા પીએસઆઈ ગરવા રામજીભાઈ ધનજીભાઈની મોરબી બદલીઓ કરી નિમણુક આપવામાં આવી છે.આં ઉપરાંત રાજ્યમાં મોટી સંખ્યામાં પીએસઆઈની બદલીઓ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.