જેમ-જેમ પાકિસ્તાનની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભારત-પાક સરહદે પાક દ્વારા ફાયરીંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે સીઝ ફાયર દરમિયાન પણ પાક સૈન્ય દ્વારા ગોળીબાર ચાલુ રખાયો હતો અને ફાયરીંગની ઘટનામાં ૪૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે.

બીએસએફના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાની સેના શાંતિને ડહોળી રહ્યું છે અને દિવસમાં ત્રણ-ત્રણ વખત ગોળીબાર કરી રહી છે. જોકે ભારતીય સૈન્ય પણ પાક ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ચાલુ વર્ષે ૨૫ જુલાઈના સામાન્ય ચુંટણી યોજાનાર હોવાથી લશ્કરી પ્રભુત્વ સાબિત કરવા પણ સીમા પારથી છમકલા થઈ રહ્યા હોવાનું રક્ષકો જણાવી રહ્યા છે અને ગુપ્તયર સુત્રોએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે, જયાં સુધી પાકિસ્તાનમાં ચુંટણી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બોર્ડર ઉપર ગોળીબાર ચાલુ રાખવા પાકની રણનીતિ હોવાનું જણાવ્યું હતું.

ન્યુકલીયર વેપનમાં ભારત કરતાં મુઠ્ઠી ઉચે પાકિસ્તાન

એક તરફ સમગ્ર વિશ્ર્વ શાંતી તરફ આગેકુચ કરી રહ્યું છે ત્યારે એક બીજાના કટર દુશ્મન એવા ભારત-પાકિસ્તાન પાસે પરમાથુ હથિયારની તુલના કરવામાં આવે તો પાકિસ્તાન ભારત કરતા મુઠી ઉચે‚ હોવાનું સ્પષ્ટ બન્યું છે. હાલમાં પાકિસ્તાન પાસે ૧૪૦ થી ૧૫૦ જેટલા ન્યુકલીયર વેપન છે જેની સરખામણીએ ભારત પાસે ૧૩૦ થી ૧૪૦ ન્યુકલીયર વેપન છે જોકે ભારત પાક કરતા પણ ચીન પાસે બમણા એટલે કે ૧૮૦ ન્યુકલીયર વેપન હોવાનું બહાર આવ્યું છે. જોકે ભારતીય રકત પરમાથુ હથિયારની સંખ્યા કરતા આ ન્યુકલીયર વેપનની તાકાતની સરખામણી કરવામાં આવે તો ભાવી વધુ શકિતશાળી હોવાનું પ્રસ્થાપિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.