સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટીસ પિનાકીચંદ્ર ઘોષ દેશના પહેલા લોકપાલ બનશે. તેમનું નામ રવિવારે લોકપાલના ચીફના પદ માટે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન, પૂર્વ એર્ટની જનરલ મુકુલ રોહતગીની નિમણુક સમિતિએ તેમના નામની ભલામણ કરી હતી. વાત કરવામાં આવે તો લોકસભામાં કોંગ્રેસના નેતા મલિકા અર્જુન ખડગેએ આ બેઠકમાં ભાગ લીધો ન હતો. તેઓ પણ આ સમિતિના સભ્ય છે. માનવામાં આવે છે કે, જસ્ટીસ પી.સી.ઘોષની લોકપાલમાં ચીફ તરીકે આજે તેની અધિકૃત એટલે કે ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવશે.

જસ્ટીસ પિનાકીચંદ્ર ઘોષ ચાર વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં ફરજ બજાવ્યા બાદ તેઓ મે માસમાં નિવૃત થયા હતા. આ દરમિયાન તેમના દ્વારા ઘણા મહત્વના કેસમાં ચુકાદા પણ આપ્યા હતા. હાલ તેઓ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય તરીકે પણ કાર્ય કરી રહ્યા છે. સરકારના ઉચ્ચ હોદાઓ પર બેઠેલા જન પ્રતિનિધિઓના ગેરવહિવટી અને ભ્રષ્ટાચારના કેસોમાં તપાસ કરવા માટે લોકપાલ એકટ ઘડી કાઢયાના પાંચ વર્ષ પછી તેઓ લોકપાલ નિયુકત થવા જઈ રહ્યા છે.

લોકપાલ એટલે કહી શકાય કે વર્તમાન કે પછી પૂર્વ વડાપ્રધાન પર લગાવવામાં આવેલા કોઈપણ ચાર્જ સામેની કાર્યવાહી સાથોસાથ વર્તમાન અને પૂર્વના કેન્દ્રીય મંત્રીઓ પર જો કોઈ ચાર્જ લગાવવામાં આવ્યા હોય તેની પણ કામગીરી તેમની અધ્યક્ષતામાં કરવામાં આવશે. લોકપાલમાં તેઓ સંસદ સભ્યો, સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ તથા ૧૦ લાખથી વધુનું વિદેશી યોગદાન મેળવતી એનજીઓના કર્મચારીઓ ઉપર તેઓ તપાસ કરી શકશે.

દેશમાં પહેલા લોકપાલની નિયુકિત ટુંક સમયમાં જાહેર કરાય તેવી સંભાવના હાલ સેવાઈ રહી છે ત્યારે સર્વે દ્વારા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ પી.સી.ઘોષ પર પસંદગીનો તાજ મુકી દીધો હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર લોકપાલ સર્ચ કમિટી દ્વારા અગાઉ સંભવિત ઉમેદવારોની તૈયાર કરેલી યાદીમાં જસ્ટીસ પી.સી.ઘોષનું નામ અગ્ર હરોળમાં હતું ત્યારે ભારતના લોકપાલ તરીકે જસ્ટીસ પી.સી. ઘોષની નિયુકિતની સતાવાર જાહેરાત આગામી સપ્તાહ દરમિયાન કરવામાં આવે તો નવાઈ નહીં.

લોકપાલને ઘણી સતાઓ કાયદા અંતર્ગત આપવામાં આવેલી છે તેઓ વર્તમાન અને પૂર્વ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, સંસદ સભ્યો, સરકારી કર્મચારીઓ કે પછી જાહેર ક્ષેત્રના એકમોના કર્મચારીઓ ઉપર ફરિયાદોની તપાસ કરવાની સતા પૂર્ણત: ધરાવે છે. લોકપાલની નિયુકિતમાં વિપક્ષની કોઈ ભૂમિકા નહીં હોવાની દલીલ કોંગ્રેસ પક્ષ દ્વારા કરાતા વિવાદ શરૂ થયો હતો.

લોકસભામાં કોંગ્રેસના નેતા મલિકા અર્જુન ખડગેને લોકપાલ સિલેકશન કમિટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમના દ્વારા આમંત્રણને ઠુકરાવી દેતા ઈન્કાર કરી દીધો હતો. વાત કરવામાં આવે જસ્ટીસ પી.સી.ઘોષની તો તેમના દ્વારા અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે તેમના નામ રાષ્ટ્રપતિને પણ મોકલી દીધેલું છે જેની હવે આગામી સમયમાં સતાવાર જાહેરાત થાય તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. જસ્ટીસ પી.સી.ઘોષ દ્વારા બાબરીઘ્વજ કેસમાં ભાજપના દાગી નેતાઓ સામે કેસ ચલાવવાનો પણ આદેશ આપ્યો હતો.

તામિલનાડુના માજી મુખ્યમંત્રી જય લલિતાના ભ્રષ્ટાચારના કેસમાં કર્ણાટક હાઈકોર્ટ દ્વારા મુકત કરવાના ચુકાદાને પડકારતી કર્ણાટક સરકારની અરજી પર જસ્ટીસ ઘોષની બેંચે નોટીસ આપી હતી ત્યારે કહી શકાય કે સુપ્રીમના નિવૃત જજ પી.સી.ઘોષ દ્વારા અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો અને સુચક ચુકાદાઓ આપવામાં આવ્યા છે. કહી શકાય કે લોકપાલ ભ્રષ્ટાચારના કેસમાં તેઓ તપાસ કરાવી શકે છે.

આ માટે તેમને કોઈની મંજુરી લેવાની જરૂર હોતી નથી. તેમની અધ્યક્ષતામાં તેઓ સરકારી કર્મચારીઓ સામે થયેલી ફરિયાદની પણ તેમના દ્વારા તપાસ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં મે માસમાં રીટાયર થનાર જજ ડી.કે.જૈનને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પહેલા લોકપાલ તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. સીઓએ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના ૧૦મી સ્ટેટસ રીપોર્ટમાં લોકપાલની માંગણી કરી હતી. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બીસીસીઆઈને એક લોકપાલ અને એલએથીક ઓફિસરની જરૂર હોવાથી તેમને લોકપાલ આપવામાં આવ્યા છે.

લોકપાલ ચીફ તરીકે જયારે જસ્ટીસ પી.સી..ઘોષ નિમણુક પામશે ત્યારે તેઓ ઉચ્ચ બંધારણીય પદ ઉપર ફરજ બજાવતા અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અથવા તો અન્ય કોઈ મોટા આરોપ મુકવામાં આવે ત્યારે તેમની સામે કેસ ચલાવવા કે ન્યાય કરવા માટે મહત્વના પદ અને વ્યકિતની જરૂર જણાતી હતી. તેના આધારે જન લોકપાલની નિમણુક કરવામાં આવી છે.

સુપ્રીમના નિવૃત જજ પી.સી. ઘોષનો ‘અબતક’ સાથે પારિવારિક નાતો

અનેકવિધ પદભાર ઉપર પોતાની ઉચ્ચ સ્તરીય કામગીરી બદલ ખ્યાતી પામેલા સુપ્રીમ કોર્ટના નિવૃત જજ પિનાકીચંદ્ર ઘોષ જયારે લોકપાલના ચીફ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે ત્યારે એક વાતની પુષ્ટિ કરવાની રહી કે તેમનો ‘અબતક’ મીડિયા સાથેનો એક અનેરો અને પારીવારીક નાતો રહેલો છે.

‘અબતક’ની કામગીરીને બિરદાવતા સુપ્રીમ કોર્ટના નિવૃત જજ પી.સી.ઘોષ દ્વારા અનેક વખત ‘અબતક’ મીડિયાની કામગીરીને આવકારી છે. કોઈપણ નાના-મોટા પ્રસંગમાં તેમની શુભેચ્છાઓ ‘અબતક’ પરીવારને હરહંમેશ મળતી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.