કાશ્મીરના પુંછ અને રાજોરીમાં સેનાનું ઓપરેશન: એક આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા એક આતંકીને ઠાર માર્યો છે, જ્યારે અન્ય એક આતંકી ઘાયલ થયાના સમાચાર છે. 15મી ઓગસ્ટ નજીક આવતા જ આતંકવાદીઓ ઘુષણખોરી કરવાની ફિરાકમાં છે ત્યારે સુરક્ષા દળો એકદમ એલર્ટ મોડ પર છે અને હરામી લોકોના નાપાક ઈરાદા નિષ્ફળ બનાવી રહ્યા છે.મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે આતંકીઓએ એલઓસી પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
સુરક્ષા દળોને આ અંગેનો સંકેત મળ્યો અને તેમણે ગોળીબારમાં એક ઘૂસણખોરને ઠાર માર્યો હતો. આ ફાયરિંગમાં અન્ય એક ઘુસણખોર ઘાયલ થયો હતો, જેની શોધ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.જૂન 2023માં જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
આ ઘટના રાજૌરી જિલ્લાના દસલ ફોરેસ્ટ વિસ્તારમાં દસલ ગુજરાનમાં બની હતી. માહિતી અનુસાર 1-2 જૂનની રાત્રે સુરક્ષા દળોને દસલ ગુજરાન વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ વિસ્તારમાં પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.જ્યારે સુરક્ષા દળોની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે એક જગ્યાએ છુપાયેલા આતંકીઓએ ટીમ પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ તરફથી ફાયરિંગ શરૂ થતાં જ સુરક્ષાદળોના જવાનોએ પણ હવાલો સંભાળી લીધો હતો. સુરક્ષાદળોના જવાનોએ પણ જવાબી ગોળીબાર શરૂ કર્યો હતો. રાતથી સવાર સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો.
મહિપાલસિંહ વાળા ‘મા ભોમ’ની રક્ષા કાજે શહીદ: પંચમહાભુતમાં વિલિન
જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ સાથેની અથડામણમાં અમદવાદના શહિદ થયેલા જવાનનું નામ મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા છે. જેઓ મૂળ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના મોજીદડ ગામના વતની છે. તેઓ છેલ્લા 40 વર્ષથી અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં જ થયો છે. મહિપાલસિંહ છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા છે. તેમની પહેલી પોસ્ટીંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ બીજી પોસ્ટીંગ ચંદીગઢમાં થઈ હતી, જ્યાં તેઓએ ત્રણ વર્ષ ફરજ બજાવી હતી. ત્યાર બાદ છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં થઈ હતી. જ્યાં તેઓ આંતકી સાથેની અથડામણમાં 27 વર્ષની નાની વયે શહીદ થયા હતા.
મહિપાલસિંહ એક મહિના અગાઉ એક મહિનાની રજા લઈને અમદાવાદમાં આવ્યા હતા અને તેમની પત્નીના સીમંતના પ્રસંગમાં પણ હાજર રહ્યા હતા. તેમના ઘરે પારણું શહીદના અગ્નિસંસ્કાર થાય તે પહેલા જ પત્નીએ બાળકને જન્મ આપ્યો એક બાજુઓ પરિવારમાં ખુશીનો અવસર હતો તો એક બાજુ ગમનો અવસર જોવા મળ્યો હતો. મહિપાલસિંહની અંતિમયાત્રા વિરાટનગરથી નીકળી લીલાનગર સ્મશાન ગૃહ તરફ લઈ જવામાં આવ્યા હતા. શહીદ મહિપાલસિંહ વાળાની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. શહીદને અંતિમ વિદાય આપવા માટે રસ્તા પર લોકોનું ઘોડાપૂર ઉમટ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શહીદ જવાનના લીલાનગર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહીદ મહિપાલસિંહ વાળાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મહિપાલસિંહના નિવાસસ્થાને ઉ5સ્થિત રહી મુખ્યમંત્રીએ નશ્ર્વરદેહને પુષ્પાંજલી અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. શહીદ જવાનના નિવાસસ્થાને રાષ્ટ્રીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી.