પી.ડબલ્યુ.ડી.ના કામ સામે લોકોમાં ભભુકતો રોષ
વંથલી ની મધ્ય માથી પસાર થતા જુનાગઢ – પોરબંદર હાઇવે પર લામ્બા સમય સુધી ખાડાઓનુ આધિપત્ય રહ્યા બાદ હાલ જ આ રોડ પર સિમેન્ટ રોડનુ કામ મંજુર થયુ છે. કામ મંજુર થતા વંથલી આમ્બેડ્કર ચોક થી સિંધુ સાગર હોટલ સુધી સિમેન્ટ રોડ નુ એક સાઈડ નુ કામ આજ થી ૫ – ૭ દિવસ પહેલા પુર્ણ થયુ અને બિજી બાજુ નુ કામ હજુ શરુ છે ત્યા જ બનેલ આર.સી.સી. રોડમા પડ્યા ગાબળા પડી ગયા છે. આ ઘટનાથી સમગ્ર ગ્રામજનોમા રોષ ભભુકી ઉઠ્યો છે અને પી.ડબલ્યુ.ડી ના અધીકારીઓ વિરુધ્ધ ફિટકાર ની લાગણી વરસાવી રહ્યા છે. વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ વડારીયા એ સમગ્ર કામ નુ ક્વોલીટી ચેક કરાવી, કોંટ્રાકટર નુ પેમેંટ તાત્કાલીક અટકાવી, આ ભ્ર્ષ્ટાચારમા સંડોવાયેલા તમામ અધીકારી વિરુધ્ધ તપાસ કરવા અને દોષીતો પર શિક્ષાત્મક પગલા લેવા માંગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુનાગઢ અને પોરબંદર ને જોડતો મુખ્ય માર્ગ લામ્બો સમય બિસ્માર રહ્યા બાદ ગ્રામજનો દ્વારા અનેક અરજ અહેવાલ કર્યા બાદ આ રોડ નુ કામ મંજુર કરવામા આવ્યુ હતુ. જેમા આમ્બેડકર ચોક થી સિંધુસાગર રોડ સુધી સિમેંન્ટ રોડ નુ કામ શરુ થયા બાદ પી.ડબલ્યુ.ડી. ના અધીકારીઓની સીધી દેખરેખ હેઠળ આ કાર્ય કરવાનુ હોય છે. પરંતુ આ કામ પુર્ણ થયુ ત્યા સુધી કોઇ અધિકારીઓ ફરક્યા સુધ્ધા નથી. જેના પરિણામ સ્વરુપ ૧૦ દિવસ પુર્વે જ બનેલ રોડ તુટી ગયો હતો અને લોકો દ્વારા અપાયેલા ટેક્સના પૈસાનો વેડફાટ થઇ રહ્યો છે. કેમ કોઇ અધીકારીઓ આ કામ પર દેખરેખ માટે નથી આવ્યા ?? શુ સરકારી બાબુઓને તેના હિસ્સા ના પૈસા પુરતો જ મતલબ છે.?? શુ આવા ભ્રષ્ટાચારી અધીકારીઓ વિરુધ્ધ કોઇ કાયદાકીય પગલા લેવાશે..?? આવા અનેક સવાલોનો વંટોળ વંથલીની પ્રજા મા ઉઠી રહ્યો છે.