પિતૃમાસ ભાદરવાનો મહિમા કઈક અલગ જ છે. પિતૃને રીઝાવવાનો શ્રેષ્ઠ માસ ભાદરવો છે ત્યારે જંગલના રાજા પણ જાણે પિતૃને રીઝાવવા તેમના શરણે ગયા હોય તેવું દ્રશ્ય તસ્વીરમાં નજરે પડે છે. આ ઘટના તાલાળા તાલુકાના ગીર માધુપૂર રેવન્યુ વિસ્તારની છે જયાં જંગલના રાજા ગણાતા સિંહ પોતાના અનોખા ઠાઠ માઠથી સુરાપુરા દાદાના સ્થાનકે પહોચ્યા હતા. ત્યાં તેઓ જાણે સુરાપુરાનાં દર્શન કરતા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતુ. ઉલ્લેખનીય છે કે સિંહને દૈવીય પ્રાણી માનવામાં આવે છે. સામે ગીરની ધરા પણ ખૂબ પાવન હોય અહિંહ દૈવીય પ્રાણી મનાતા સિંહ સદિઓથી વસવાટ કરી રહ્યા છે ત્યારે સિંહ પિતૃના દર્શને ગયા હોવાનો આ અલૌકિક નઝારો ગીરના ગાઢ રહસ્યને ઉજાગર કરનારો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.