આગામી એક મહિનામાં સિંગતેલના ડબાના ભાવમાં રૂ. 300થી 400નો ઘટાડો થવાની સંભાવના
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ માકેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક ધીમી ગતિએ શરુ થતા રેકોર્ડ બે્રક સપાટીએ પહોંચી ગયેલા સિંગતેલના ડબાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. આગામી એકાદ મહિનામાં મગફળીની પુષ્કળ આવક શરુ થતાની સાથે જ સિંગતેલના ડબ્બાના ભાવમાં 300 થી 400 રૂિ5યાનો ઘટાડો થવાનો સંભાવના જણાય રહી છે. તહેવારોની સિઝનમાં તેલના ભાવમાં ઘટાડો થવાના કારણે લોકોને રાહત મળી છે.
મગફળીની આવક સાવ નહિવત થઇ જવાના કારણે તાજેતરમાં સિંગતેલના ડબ્બાના ભાવ રેકોર્ડ બ્રેક રૂ. 3100 થી રૂ. 3150 ની સપાટીને પહોંચી ગયા હતા. દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ માકેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરુ થવાના કારણે સિંગતેલના ડબાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા એકાદ પખવાડીયામાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં જ ભાવ રૂ. 40 ઘટયા છે. બ્રાન્ડેડ સિંગતેલના ડબ્બાના ભાવ રૂ. 3150 બોલાય રહ્યા હતા તે હાલ રૂ. 3050 બોલાય રહ્યા છે. જયારે અન્ય નાની બ્રાન્ડના સિંગતેલના ડબ્બાના ભાવ હાલ જે રૂ. 3050 આસપાસ હતા તે રૂ. 2950 થી 3000 બોલાય રહ્યા છે. આગામી એકાદ મહિનામાં મગફળીની આવક ફુલ ફલેજમાં શરુ થતાની સાથે જ સિંગતેલના ડબ્બાના ભાવ રૂ. 2600 થી 2700 આસપાસ પહોંચી જશે. તેવી શકયતા વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.
અન્ય સાઇડ તેલના ભાવ છેલ્લા ઘણા દિવસોથી સ્થીર છે હાલ 15 કિલોના કપાસિયા તેલના ડબાના ભાવ રૂ. 1640 થી 1670, સનફલાવર તેલના 15 લીટરના ડબ્બાનો ભાવ રૂ. 1500 થી 1550, મકાઇ તેલના 15 લીટરનાડબ્બાના ભાવ રૂ. 1500 થી 1550 જયારે પામોલીન તેલના 1પ કિલોના ડબ્બાના ભાવ રૂ. 1400 થી 1500 બોલાય રહ્યા છે.