વિશ્વભરમાં કોરોના મહામારીને લઈને ઘરમાં પુરાઈ ગયેલા લોકો હવે ધીરે ધીરે બહાર નીકળવા લાગ્યા છે અને ખાસ કરીને દેવસ્થાનોના ભાવિકો માટે બંધ રહેલા કમળ ખુલી રહ્યા છે કોરોનો ગાઈડલાઈનને લઈને મંદિરો દેવસ્થાનોમાં પૂજા આરતીમાં ભાવિકોને સામેલ કરવાની મંજૂરીને લઈને ફરીથી મંદિરોમાં ભાવિકોની ભીડ જામવા લાગી છે. ઢોલ નગારા ઝાલર શંખ અને સ્તુતિથી મંદિરોની આરટીઓમાં રોનક આવી ગઇ છે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર બનાસકાંઠાનું અંબાજી મંદિર સહિતના દેવસ્થાનોમાં શનિવાર અને રવિવારની આરતીમાં લોકોના સમૂહ સામેલ થવા લાગ્યા છે.

વિશ્વના બાર જ્યોતિર્લિંગ પ્રથમ એવું સોમનાથ મહાદેવનું મંદિર  સવારે અને સાંજે ૧૫૦૦થી વધુ ભાવિકોને આરતીનો લાભ લેવાની અનુમતિ મળી ગઈ છે સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવ્યું હતું કેકોરોના લોકડાઉન પછી 8મી જૂનથી મંદિરના દરવાજા ખૂલી ગયા હતા પરંતુ ભાવિકોને માત્ર દર્શન કરવાની છૂટ મળી હતી. આરતી બંધબારણે થતી હતી પરંતુ સરકારની ગાઇડ લાઇન બાદ હવે ભાવિકો માટે આરતીમાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવી છે.

ગુજરાતમાં પેપર છ લાખ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને 4300 મૃત્યુ થયા હતા.  માર્ચ મહિનામાં કોરોનાનો વાયરો શરૂ થયો હતો ત્યારે સોમનાથ મંદિરને સુરક્ષિત રીતે ભાવિકો માટે બંધ કરવામાં આવ્યું હતું. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના ભજન ટ્રસ્ટી અને વહીવટદાર નાયબ કલેકટર એસ જે ચાવડા એ જણાવ્યું હતું કે હવે અંબાજી માતાનું મંદિર ની આરતી માં ભાવિકો ભાગ લઈ શકે છે. અંબાજી માતાના દર્શને દરરોજ ૧૫ હજાર ભાવિકો આવેછેજોકે સોશિયલ ડિસ્ટન્સ  અને કોરોના ની ગાઈડલાઈન મુજબ લોકોને ટોળું વળીને દર્શન કરવા દેવાતા નથી.  ડાકોર મંદિરના વ્યવસ્થાપક રવીન્દ્ર ઉપાધ્યાય જણાવ્યું હતું કે, ‘ભાવિકોને નિયમ મુજબ આરતીમા સામેલ થવાની પરવાનગી આપવામાં આવી છે.  છેલ્લા એક પખવાડિયાથી કોવિડ ગાઈડલાઈન  સાથે સોશિયલ ડિસ્ટન્સ  રાખીને ભાવિકોને લાંબા સમય પછી માતાજીના દર્શન અને આરતીમાં સામેલ કરવામાં આવ્યા છે.’ દ્વારકાધીશ મંદિરમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખીને ભગવાન સન્મુખ આરતીમાં ભાવિકોને પરવાનગી મળતા સર્વત્ર આનંદની લાગણી ફેલાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.