દેશભરના પ્રવાસીઓને કેન્દ્રમાં રાખીને ઓનલાઈન કરાયેલા સર્વેમાં 52% પ્રવાસીઓ ઉનાળુ વેકેશનમાં  આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડવા તત્પર

છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ફાટી નીકળેલા કોરોના મહામારીને કારણે લગભગ તમામ ઉદ્યોગ ધંધાઓને નકરાત્મક અસર વતા ઓછા અંશે થઈ છે. માઠી અસરને દૂર કરવા કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી હતી. તમામ ઉદ્યોગ ધંધાને છૂટછાટ મળતા ફરીવાર ધમધમાટ શરૂ થયો છે પરંતુ હજુ સુધી પ્રવાસન ઉદ્યોગ મહામારીના સંક્રમણમાંથી બહાર આવી શક્યું ન હતું. વૈશ્વિક પરિસ્થિતિને કારણે પ્રવાસીઓ પ્રવાસ કરવાની ઈચ્છા ખૂબ જુજ ધરાવતા હતા પરંતુ હવે કોરોનાની પીછેહટ થતાં ફરીવાર પ્રવાસીઓ પ્રવાસ કરવા થનગનાટ કરી રહ્યા છે. જેના પરિણામે આગામી ઉનાળુ વેકેશનમાં લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસના બુકિંગ્સ વધી રહ્યા છે.

હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાનું રસીકરણ હસાથ ધરી દેવામાં આવ્યું છે જ્યારે બીજી બાજુ કોરોના સંક્રમણ પણ દિન પ્રતિદિન દમ તોડી રહ્યું છે ત્યારે લોકોમાં રહેલો ભય પણ ઘટી રહ્યો છે. તેવા સમયમાં આગામી ઉનાળુ વેકેશન દેશની બહાર પસાર કરવા માટે પ્રવાસીઓ થનગની રહ્યા છે તેવું એક સર્વેમાં સામે આવ્યું છે.

બિઝનેસ ઓફ ટ્રાવેલ્સ ટ્રેડ ના સર્વે મુજબ વર્ષ 2021માં 52% પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય હોલીડે લેવા માટે તત્પર છે. જેનું મુખ્ય કારણ એ છે કે, દેશ અને દુનિયામાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે તેના કારણે લોકોમાં ભયનો માહોલ દિનપ્રતિદિન ઓછો થઈ રહ્યો છે. આ સર્વે આશરે છ હજાર પ્રવાસીઓને કેન્દ્રમાં રાખીને ઓનલાઈન જાન્યુઆરી 2021માં કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ આશરે 75 ટકા પ્રવાસીઓ એવા દેશમાં પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે કે જ્યાં કોરોના સંક્રમણના કેસો ખુબ ઓછા અથવા નહીવત હોય.

સર્વે દરમિયાન મહત્વની બાબત સામે આવી છે કે, પ્રવાસન ઉદ્યોગ વધુ આત્મવિશ્વાસ સાથે બહાર આવવા પ્રયત્ન શીલ છે. અગાઉ કોરોના મહામારી અને ત્યારબાદ કેન્દ્ર સરકારના બજેટમાં પ્રવાસન ઉદ્યોગને લગતી કોઈપણ જાહેરાત કે છૂટછાટ ના અભાવે ઉદ્યોગમાં નકારાત્મકતા પ્રવર્તી હતી. ત્યારે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો વધુ આત્મવિશ્વાસ સાથે બહાર આવવા તત્પર બન્યા છે.

ટ્રાવેલ એજન્ટ એસોશીએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ફેડરેશન ઓફ એસોસિએશન ઇન ઇન્ડિયન ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટીના ચેરપર્સન જ્યોતિ મયાલના મત મુજબ કેન્દ્ર સરકારે અન્ય દેશો માટે પ્રવેશદ્વારોને ખોલવા જોઈએ જેથી વધુમાં વધુ પ્રવાસન ઉદ્યોગને વેગ મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.